Friday, July 19, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

મહામંથન / દેવામાફી પર રાજકારણ કેમ? ખેડૂતોનું હિત કોણ ઈચ્છશે?

વિધાનસભા..એક એવું મંદિર કે જ્યા કાયદાઓ ઘડાય છે..જ્યાં પ્રજાના  પ્રતિનિધિઓ  બિરાજમાન થાય છે..ત્યાંથી રાજ્યનો વહીવટ થાય છે..પરંતુ આ મંદિરમાં જ ક્યારેક ક્યારેક રાજનીતિનો ખેલ પણ રમાઈ જાય છે..અહીં એ જ પ્રતિનિધિઓ બેસે છે જે  પોતાના પગાર વધારાની અને ફરવાની વાતમાં એક પાટલી બેસી જાય છે..અહીં જ એવા પ્રતિનિધિ પણ બેસે છે .જે પોતાના પ્રજાના પ્રશ્નોને લઈને આમને સામને પણ આવી જાય છે..તેનું સાક્ષી ગુજરાત પણ છે અને દેશ પણ છે..આ વાત એટલે કરવી પડે છે કે કેમ કે આજે ગૃહમાં વાત ધારાસભ્યોના પગારની ન હતી પરંતુ ખેડૂતોના દેવામાફીની હતી..અને આ દેવામાફીની વાતમાં માત્ર કોંગ્રેસના ધારાસભ્યોએ જ રસ લીધો...ભાજપના ધારાસભ્યોએ ન તો ખાનગી બિલનું સમર્થન કર્યુ...કે ન તો તેમાં રસ દાખવ્યો..પરિણામના અંતે ખેડૂતોનું દેવામાફીનું બિલ નામંજૂર થયું..ત્યારે અહીં સવાલ એ છે કે શા માટે પોતાના સ્વાર્થ સિવાય ધારાસભ્યો એક થઈ શકતા નથી? શું ખેડૂતોનું ભલુ થાય તેમાં સરકારને રસ નથી? આખરે નિયત ખોટી છે કે નીતિ ખોટી છે? આજ તમામ બાબતો પર છે આજનું મહામંથન

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ