બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / lpg gas subsidy status how to check online gas subsidy credited in bank account

સુવિધા / LPG ગેસ પર મળતી સબસિડીના પૈસા તમારા ખાતામાં જમા થયા કે નહીં, આ રીતે ઘરે બેઠા ચેક કરો

Noor

Last Updated: 01:00 PM, 1 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુલાઈની શરૂઆતથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જૂન મહિનામાં પણ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો. દિલ્હીમાં 14.2 કિલો ગેસ સિલિન્ડરની કિંમતમાં 1 રૂપિયો વધાર્યો છે. મોટાભાગના લોકોને એલપીજી સિલિન્ડર પર સબસિડી મળે છે. સબસિડી ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ દ્વારા લોકોના ખાતામાં સબસિડીના પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે.

 • LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી થયો વધારો
 • સરકાર જે સબસિડી આપે છે એ તમારા ખાતામાં જમા થાય છે કે નહીં આ રીતે જાણો
 • આ સરળ સ્ટેપ્સથી ઘરે બેઠા કરો ચેક

સરકાર ગેસ સિલિન્ડર પર સબસિડી આપે છે

સરકાર એક વર્ષમાં દરેક ઘર માટે 14.2 કિલોના 12 સિલિન્ડર પર સબસિડી આપે છે. જો ગ્રાહકો આના કરતા વધારે સિલિન્ડર લેવા માંગતા હોય તો તેઓ તેને બજાર ભાવે ખરીદે છે. ગેસ સિલિન્ડરની કિંમત દર મહિને બદલાય છે. તેની કિંમત સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં ફેરફાર દ્વારા નક્કી થાય છે.

ઘેર બેઠા ચેક કરો સબસિડીના પૈસા

અનેક ફરિયાદો સામે આવી છે કે ગેસ સબસિડી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તમારા ખાતામાં નિયમિત સબસિડી આવે છે કે નહીં તે જાણવું મહત્વપૂર્ણ છે. સબસિડી બેંક ખાતામાં જમા થઈ ગઈ છે તે જાણવા માટે બેંકમાં જવાની જરૂર નથી. ઘરે બેઠાં બેઠાં પણ રકમ ટ્રાન્સફર થઈ છે કે નહીં તે જાણી શકાય છે. આ માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે અને પછી તમે મોબાઈલ દ્વારા જાણી શકશો. 

આ સ્ટેપ્સ કરો ફોલો

 • સૌથી પહેલા Mylpg.in વેબસાઇટ પર જાઓ.
 • વેબસાઇટના હોમ પેજ પર ત્રણ એલપીજી સિલિન્ડર કંપનીઓનું એક ટેબ (તસવીર સાથે) હશે.
 • હવે તમારે તમારી કંપની (જેનું સિલિન્ડર લીધું છે) પસંદ કરવું પડશે.
 • જો તમે ઇન્ડેન ગેસનું સિલિન્ડર લો છો, તો તેના ટેબ પર ક્લિક કરો.
 • સબસિડી આવી છે કે નહીં તે ચેક કરવા માટે એક નવો ઇન્ટરફેસ ખુલશે.
 • પછી બાર મેનૂ પર જઈ  ‘Give your feedback online’ પર ક્લિક કરો.
 • અહીં તમારો મોબાઇલ નંબર, એલપીજી કન્ઝ્યુમર આઈડી, રાજ્યનું નામ, વિતરકની માહિતી ભરો.
 • ત્યારબાદ ‘Feedback Type’ પર ક્લિક કરો. 
 • ‘Complaint’ વિકલ્પ સિલેક્ટ કરીને ‘Next’ બટન પર ક્લિક કરો. 
 • નવા ઇંટરફેસમાં તમારી બેંક વિગતો દેખાશે અને તમે જાણી શકશો કે સબસિડીની રકમ ખાતામાં આવી છે કે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Bank account Status Subsidy check online lpg gas Facility
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ