વરસાદ / સુરતના ઓલપાડમાં વરસાદને કારણે ખેતીમાં નુકશાન, વરસાદ બાદ પાકને બચાવવા ખેડૂતોની મથામણ

મહા વાવાઝોડાનું ગુજરાત પરથી સંકટ ટળ્યું છે. હાલમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વાવાઝોડાની સામાન્ય અસર જોવા મળી રહી છે. વાવાઝોડાના કારણે આવેલા કમોસમી વરસાદથી પાકને નુકસાન થયુ છે. ત્યારે વીટીવીની ટીમ સુરતના ઓલપાડમાં પહોંચી છે. ઓલપાડમાં વરસાદ થતા ખેડૂતોને નુકસાન થયુ છે. દક્ષિણ ગુજરાતમાં ત્રણ લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનો પાક થાય છે. વરસાદની આગાહીના કારણે હાલમાં ખેડૂતો પાકને બચાવવાના મથામણ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ