Team VTV12:50 PM, 21 Jan 21
| Updated: 12:58 PM, 21 Jan 21
આજે Cm રૂપાણી રાજકોટ પહોંચ્યા છે અને વિકાસના કામોની જાહેરાત તેમજ ખાતમૂહૂર્ત પણ કરી રહ્યા છે વળી અમદાવાદમાં પણ અમિત શાહને હાથે વધુ એક ભેટ અમદાવાદને અપાઈ છે. ત્યારે ગાંધીનગરથી સૂત્રોે દ્વારા ચૂંટણીની તારીખો અંગેની અટકળો તેજ બની છે. જાણો કઈ તારીખોએ યોજાશે ચૂંટણી
6 મનપાની ટૂંક સમયમાં ચૂંટણી
21 ફેબ્રુઆરીના રોજ યોજાઈ શકે છે મતદાન-સૂત્ર
6 મનપાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીના મતદાન-સૂત્ર
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને જ્યારે દરેક પક્ષ પૂરતી તૈયારી કરીને બેઠો છે ત્યારે હવે ચૂંટણીની તારીખ ટુંક જ સમયમાં જાહેર થઈ શકે છે એવામાં ગાંધીનગરના સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં ચૂંટણીઓ યોજાઈ શકે છે.
આ તારીખે યોજાશે ચૂંટણી: સૂત્ર
આગામી ટૂંક સમયમાં યોજાશે 6 મનપાની ચૂંટણી યોજાશે એવામાં જો સૂત્રોનું માનીયે તો અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, રાજકોટમાં મહાનગરપાલિકામાં 21મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. 31 જિલ્લા પંચાયત 231 તાલુકા પંચાયત 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.