ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
એક તરફ દુનિયાભરમાં લોકોને અમેરિકાની ચૂંટણીમાં દેખીતી રીતે માત્ર બે જ ઉમેદવાર હોય તેવી જાણકારી છે. પરંતુ અમેરિકાની આવનારી ચુંટણીમાં પ્રમુખ પદમાટેની ચુંટણીમાં 4 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
અમેરિકામાં 3 નવેમ્બર 2020ના રોજ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાશે
ADVERTISEMENT
અમેરિકામાં 3 નવેમ્બર 2020ના રોજ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાશે. જેના પગલે અમેરિકાના મુખ્ય બે પક્ષ ડેમોક્રેટીક અને રિપબ્લીકન પાર્ટી ઉપરાંત અન્ય બે પાર્ટીના ઉમેદવારો પણ રાષ્ટ્રપતિ પદ માટેની આ જંગમાં પોતાનુ નામાંકન નોંધાવશે. જો કે, હાલની કોરોના મહામારીની પરિસ્થીતીમાં અમેરિકામાં ચૂંટણી પ્રચાર બંધ છે. તેમ છતાં પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો પોતાની રીતે સોશીયલ નેટર્વક તેમજ ટેલીફોનીક પ્રચાર કરી રહ્યા છે. ઉપરાંત વાક્ય યુધ્ધ તેમજ આક્ષેપ-પ્રતીઆક્ષેપ સોશીયલ નેટર્વક પર કરીને ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે.
અમેરિકાની ચુંટણીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો
ADVERTISEMENT
| પાર્ટી | ઉમેદવારનું નામ |
| ડેમોક્રેટીક | જો બિડેન |
| રિપબ્લીકન | ડોનાલ્ડ ટ્રમ્પ |
| ગ્રીન પાર્ટી | હોવાઇ હાઉકિન્સ |
| લીબર્ટીંયન પાર્ટી | જો જોર્ગેન્શન |
ટ્રમ્પ પર લાગ્યા છે પ્રહાર
ADVERTISEMENT
એક તરફ કોરોના મહામારીને લઇને સૌથી ખરાબ પરિસ્થીતી અમેરિકામાં સર્જાઇ છે, અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર તેને કંટ્રોલ કરવાના મુદ્દે દુનિયાભરમાંથી યોગ્ય કાર્યવાહી ન થઇ હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે આવનાર ચુંટણી પણ ડોનાલ્ડ ટ્રમ્પ માટે કોરોના મહામારીનો મુદ્દો અગત્યનો રહેશે. તદૂ ઉપરાંત અમેરિકામાં હાલમાં ફટી નિકળેલા તોફાનો પણ આગામી ચુંટણીમાં મહત્વનો ભાગ ભજવશે. ઉપરાંત વિરોધ પક્ષના નેતાઓ દ્વારા પણ ટ્રમ્પ સામે આ બન્ને મુદ્દાઓ પર આક્ષેપો અને વાક્ય યુધ્ધ ચાલી રહ્યુ છે.
- Nirav Govani (Special Correspondent) from Chicago, USA
સંકળાયેલા મુદ્દાઓ