બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:38 PM, 28 March 2024
આપણો દેશ ખેતીપ્રધાન છે અને હજી પણ દેશના મોટા ભાગના વિસ્તારોમાં ખેતી થાય જ છે. કેન્દ્ર સરકાર વારંવાર ખેડૂતોની આવક બમણી કરવાના મુદ્દા પર ભાર મૂકે છે. આ માટે કેન્દ્ર સરકાર જુદી જુદી યોજનાઓ તો ચલાવે જ છે, પરંતુ જો ખેડૂતો યોગ્ય પાક લે તો તેમની કમાણીમાં પણ જબરજસ્ત વધારો થઈ શકે છે. ખેડૂતોને આવી માહિતી અમે અમારી વેબસાઈટ દ્વારા રોજેરોજ આપતા રહીએ છીએ. આજે અમે તમારા માટે બિહારનો એક કેસ સ્ટડી લઈને આવ્યા છીએ, જ્યાં ફૂલની ખેતી કરીને ખેડૂતો સારી એવી કમાણી કરી રહ્યા છે. બિહારમાં ફૂલની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક રહી છે. દેશમાં દેશી ફૂલની સાથે વિદેશી ફૂલની માગ પણ વધારે છે. લોકો ઘરથી લઈને બગીચામાં વિદેશી ફૂલ વાવતા હોય છે. ત્યારે મુઝફ્ફરપુરના નર્સરી સંચાલક રામ કિશોરજીએ વિદેશી ફૂલની ખેતી શરૂ કરી છે. તેમના ખેતરમાં થતા એક એક ફૂલની કિંમત 400 રૂપિયા છે.
ADVERTISEMENT
રામકિશોરસિંહજીએ ત્રણ વર્ષ પહેલા હોલેન્ડ લિલિયમ ફૂલ મંગાવ્યા હતા. આ સિઝનમાં તેમણે કાળા લિલીની ખેતી કરી છે. માર્કેટમાં કાળા લિલીના એક ફૂલની કિંમત 400 રૂપિયા અને લિલિયમની કિંમત 100 રૂપિયા છે. આ ફૂલની ખેતી દ્વારા તેઓ સારો એવો નફો કરી રહ્યા છે. આ તકને જોતા રામકિશોરજી પણ ફૂલની ખેતી પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે રામકિશોરસિંહને કોઈની પાસેથી હોલેન્ડના બ્લેક લિલી અને લિલિયમ ફૂલ વિશે જાણ થઈ હતી. જે બાદ તેમણે અખતરો કરવા માટે આ ફૂલના બીજ મંગાવ્યા. આ ફૂલના બીજ લેવા તેમણે દિલ્હી જવું પડ્યું હતું. જે બાદ પ્રયોગ રૂપે તેમણે એક ડઝન છોડ વાવ્યા અને તેના પર ફૂલ આવ્યા બાદ રામકિશોરસિંહને સારો નફો મળી રહ્યો છે. જેમ જેમ બજારમાં માગ વધી રહી છે, તેમ તેમ તેમણે કાળા લિલી અને લિલિયમ ફૂલની ખેતી હજી વધારી છે. હવે ખેડૂતો તેમની પાસેથી આ ફૂલ કેવી રીતે ઉગાડવા તે શીખવા આવી રહ્યા છે.
ADVERTISEMENT
રામકિશોરજીના કહેવા પ્રમાણે લિલિયમ ફૂલનું બિયારણ 30 રૂપિયામાં મળે છે. આ બિયારણ અમેરિકાથી દિલ્હી આવે છે. આ ફૂલના લગભગ એક છોડ પર 15થી 20 રૂપિયાનો ખર્ચ થાય છે. બ્લેક લિલીના ફૂલ માર્કેટમાં 400 રૂપિયામાં વેચાય છે. લિલિયમ ફૂલની કિંમત માર્કેટમાં અન્ય ફૂલ કરતા વધારે હોય છે. એમાંય એશિયન લિલી ફૂલની માગ તો સૌથી વધારે હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લિલિયમની ખેતી મોટા ભાગે અમેરિકા, નેધરલેન્ડ, જપાન, ઈઝરાયેલ અને અન્ય દેશોમાં થાય છે. ભારતમાં છેલ્લા એક દાયકામાં ફૂલની ખેતીનું ચલણ વધ્યું છે, કારણ કે બ્યુટી પ્રોડક્ટ્સ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. લિલિયમ ફૂલમાં 6 પાંખડી હોય છે, આ ફૂલ સફેદ, કેસરી, પીળા, લાલ અને ગુલાબી રંગના હોય છે. આ ફૂલની ડિમાન્ડ દરેક સિઝનમાં વધે છે. જેથી બિહારના ખેડૂતોમાં આ ફૂલની ખેતીની લોકપ્રિયતા વધી રહી છે. બિહારના જ સીતામઢીના સંતોષ સિંહ નામના ખેડૂત 2 એકરમાં ફૂલ વાવીને વર્ષે 10 લાખ રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.