Lightning strikes farm in Simalthu village of Surat, 1 death
BIG NEWS /
સુરતના સીમલઠું ગામના ખેતરમાં વીજળી પડતાં 1 યુવતી ભડથું, 2 લોકો ઘાયલ
Team VTV06:34 PM, 08 Oct 21
| Updated: 06:44 PM, 08 Oct 21
કાછબ પારડી રોડ પર ખેતરમાં કામદારો કામ કરી રહ્યા હતા તે સમયે અચાનક વીજળીનો ચમકારો થયો હતો.
સુરતના સીમલઠું ગામના ખેતરમાં પડી વીજળી
વીજળી પડતા ત્રણ પૈકી એક યુવતીનું મૃત્યુ થયુ
અન્ય 2 વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય નથી પણ તોય છુટા છવાયા વરસાદનું વાતાવરણ બની રહ્યું છે. કડકા ભડાકા સાથે અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે જેમાં વાદળના ઘર્ષણથી પડતી વીજળી કારણે ગુજરાતમાં અત્યાર સુધી 9 લોકોના જીવ ગયા છે.સુરતના સીમલઠું ગામના ખેતરમાં કામ કરી રહેલા કામદારો વીજળી પડવાથી મોતને ભેટયા છે. જેમાં ઘટના સ્થળે 1 યુવતી ભડથુ બની ગઈ છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગુજરાતમાં વીજળી પડતાં એક મહિનામાં 9 ના મોત
ગત 14 સપ્ટેમ્બરના રોજ જામકંડોરણામાં વીજળી પડતા એકનું મોત નીપજ્યું હતું, જામદાદર ગામે ખેતરમાં મજૂર કામ કરી રહ્યો હતો જે દરમિયાન અચાનક વીજળી પડતાં યુવક આગમાં ઝૂલશી ગયો હતો. તે જ તારીખે ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં બ્લોક નંબર 11 પાસે વીજળી પડી હતી જેમાં લીમડાના વૃક્ષ પાસે ઉભેલા કર્મચારીનનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. તો 10 સપ્ટેમ્બરના રોજ ખેરાલુના ચાણસોલ ગામે વીજળી પડતાં ખેડૂતનું મોત થયું હતુ. ખેતરમાં કામ કરતા સમયે ખેડૂત પર વીજળી પડી હતી જે બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ 18 સપ્ટેમ્બર એટલે આજે ઊંઝા તાલુકાના ઉપેરા ગામે રમકડાં વેચતા ફેરિયાઓ પર વીજળી પડતાં બે ફેરિયાના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા જ્યારે અન્ય એક ઘાયલ થયો હતો. બે દિવસ પહેલા ગાંધીનગરમાં 2 યુવતી વીજળી પડવાથી ભડથું થઈ ગઈ હતી જે બાદ આજે સુરતના સીમલઠું ગામના ખેતરમાં પડી વીજળી પડતાં 1 યુવતીનું મોત થયું છે.