બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / life imprisonment for brutally abusing 8-year-old girl in Vapi
Kiran
Last Updated: 04:43 PM, 24 December 2021
ADVERTISEMENT
વલસાડના વાપીમાં દુષ્કર્મની ઘટના સામે આવી હતી જેમાં આજે કોર્ટે ન્યાયીક ચુકાદો આપતા આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે. આરોપીએ વર્ષ 2017માં 8 વર્ષની બાળકી પર ક્રૂરતા પૂર્વક કુકર્મ કર્યું હતું, દુષ્કર્મ આચરનાર નરાધમને પોલીસે ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારે આજે વલસાડ પોસ્કો કોર્ટે આરોપી યુવકને વીડિયો કોલના માધ્યમથી સજા ફટકારી હતી.
દુષ્કર્મના આરોપીને આજીવન કેદ
મહત્વવું છે કે બાળકીની જુબાની અને મેડિકલ પુરાવાના આધારે આરોપીને સજા સંભળાવવામાં આવી છે. 8 વર્ષની બાળકી ઉર નરાધમે ક્રુરતા પૂર્વક બરબર્તા ગુજારી હતી, દુષ્કર્મ કેસમાં આરોપનીને આજીવન કેદની સજા સંભળાવીને પોસ્કો કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. એટલું જ નહીં ભોગ બનનારી બાળકીને રૂપિયા 7 લાખ આપવાની કોર્ટે સહાય જાહેર કરી છે. આરોપીને આજીવન કેદ મળતા કોર્ટે એક ન્યાયીક દાખલો બેસાડ્યો છે. મહતત્વનું છે કે દુષ્કર્મની આવી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે, ત્યારે કેટલીક વાર આરોપીઓ ન્યાયીક પ્રક્રિયામાં વિલંબ થયો હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.