ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / LIC Jeevan umang policy invest 1300 rupees and get 63 lakh know about this plan

રોકાણ / લખપતિ બનવું હોય તો LICની ખાસ પોલિસીમાં માત્ર 1300 રૂપિયાનું રોકાણ કરો, મળશે 63 લાખ રૂપિયા

Published By: Noor

Last Updated: 04:23 PM, 8 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LICની જીવન ઉમંગ પોલિસીમાં નાનું ઇન્વેસ્ટ કરવા પર જીવનભર પૈસા મળતા રહેશે. આ પોલિસીની ખાસ વાત છે કે, તેમા પોલિસી હોલ્ડરને 100 વર્ષની ઉંમર સુધી દર મહિને ફિક્સડ એમાઉન્ટ મળે છે.

ADVERTISEMENT

  • LICની જીવન ઉમંગ પોલિસીમાં નાનું ઇન્વેસ્ટ કરવા પર જીવનભર પૈસા મળતા રહેશે
  • પોલિસી હોલ્ડરને 100 વર્ષની ઉંમર સુધી દર મહિને ફિક્સડ એમાઉન્ટ મળે છે
  • આ પોલિસીનો લાભ 3 મહિનાના બાળકથી લઈને 55 વર્ષ સુધીના વ્યક્તિ લઈ શકે છે

જો તમે પણ LIC પોલિસીમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યાં છો તો આજે અમે તમને એક એવી પોલિસી વિશે જણાવીશું જેમાં માત્ર 1302 રૂપિયાના રોકાણ કરવા પર તમને 63 લાખ રૂપિયા સુધી મળી શકે છે. તમને જણાવી દઈએ કે, LIC પ્લાનનું નામ જીવન ઉમંગ પોલિસી છે. આ પોલિસીનો લાભ 3 મહિનાના બાળકથી લઈને 55 વર્ષ સુધીના વ્યક્તિ લઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, LICની જીવન ઉમંગ પોલિસીની સૌથી મોટી ખાસિયત એ છે કે, જો પ્રીમિયમ ખતમ થાય ત્યાં સુધીના તમામ હપ્તા ચૂકવી દીધા છે તો વીમાધારક વ્યક્તિને ગેરંટી સાથે લઘુત્તમ રકમ આપવામાં આવશે.

આ રીતે મળશે 63 લાખ રૂપિયા

તમને જણાવી દઈએ કે, આ પોલિસી હેઠળ જો તમે 1 મહિનામાં 1302 રૂપિયાનું રોકાણ કરો છો તો વાર્ષિક રોકાણ 15,624 રૂપિયા થશે. 15,624 રૂપિયાને 30થી ગુણાકાર કરતા કુલ રકમ 4,68,720 રૂપિયા થઈ જશે. 31માં વર્ષથી તમને વાર્ષિક 40,000 રૂપિયાનું રિટર્ન મળશે. જો આ હિસાબથી 100 વર્ષ સુધીની ઉંમરના રિટર્નની ગણના કરીએ તો 40,000માં 70નો ગુણાકાર કરો તો તે 28 લાખ રૂપિયા થઈ જશે. આ પોલિસીથી તમને કુલ 23,41,060 રૂપિયાનો ફાયદો થશે. આ સાથે જ આ પોલીસી તમને 100 વર્ષનું કવર આપે છે. એટલા માટે પોલિસીથી વીમાધારક વ્યક્તિની ઉંમર 101 વર્ષની થાય તો તેને અલગથી 62.95 લાખ રૂપિયા મળશે.

આ છે પોલિસીની ખાસિયત

  • આ યોજનામાં પોલિસીધારકને 100 વર્ષની ઉંમર સુધી કવર મળે છે.
  • મેચ્યોરિટી અથવા ફરી પોલિસી હોલ્ડરની મોત પર તેના પરિજનોને સંપૂર્ણ રકમ આપવામાં આવે છે.
  • 90 દિવસથી લઈ 55 વર્ષ સુધીની ઉંમરના લોકો આમા રોકાણ કરી શકે છે.
  • પ્રીમિયમ પેઈંગ ટર્મ એટલે કે PPT 15,20,25 અને 30 વર્ષ માટે નિર્ધારિત
  • પ્રીમિયમના ખતમ થવા સુધી તમામ હપતા ચૂકવાઈ ગયા છે. તો પોલિસીધારકને ગેરેન્ટી સાથે લઘુત્તમ રકમ.
  • આ પોલિસીમાં નાનું રોકાણ કરવા પર જીંદગી ભર પૈસા મળે છે.

LIC અનુસાર, આ યોજનામાં પ્રીમિયમ ખતમ થવાથી લઈ 99 વર્ષની ઉંમર સુધીમાં વાર્ષિક લાભ અને પોલિસીની પરિપક્વતા અથવા પોલિસી અવધિ દરમ્યાન વીમાધારકના મોતની સ્થિતિમાં નામિતને પૂરી રકમ ચુકવવાની સુવિધા છે. આ પોલીસી માટે પ્રીમિયમ રકમ 25,000 અથવા તેના ગુણાકોમાં હશે. અને આ 15,20,25,30 વર્ષોના વિકલ્પ સાથે ઉપલબ્ધ હશે. તેમાં જીવન વીમા કવર આજીવન માટે હોય છે. અને તેના માટે તમારે અલગથી કોઈ પ્રીમિયમ આપવું પડશે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Jeevan umang policy LIC invest Invest

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ