Tuesday, July 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / અલ્પેશ ઠાકોરના નજીક ગણાતા ઠાકોર સેનાના આ નેતાએ કેરસિયો ધારણ કર્યો

અલ્પેશ ઠાકોરના નજીક ગણાતા ઠાકોર સેનાના આ નેતાએ કેરસિયો ધારણ કર્યો

અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવતા ગોવિંદ ઠાકોરે ભગવો ધારણ કર્યો છે. ગોવિંદ ઠાકોરે આખરે ભાજપમાં પ્રવેશ કર્યો છે. ગોવિંદ ઠાકોર ગાંધીનગર ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ છે અને 2017માં ગોવિંદ ઠાકોર ગાંધીનગર સાઉથની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હતા. અલ્પેશ ઠાકોરના કોટામાંથી ગોવિંદ ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી.

ગાંધીનગર: અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવતા ગોવિંદ ઠાકોરે ભગવો ધારણ કર્યો છે. ગોવિંદ ઠાકોરે આખરે ભાજપમાં પ્રવેશ કર્યો છે. ગોવિંદ ઠાકોર ગાંધીનગર ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ છે અને 2017માં ગોવિંદ ઠાકોર ગાંધીનગર સાઉથની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હતા. અલ્પેશ ઠાકોરના કોટામાંથી ગોવિંદ ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી.
  ઉલ્લેખનીય છે કે, એક સમયે કોંગ્રેસ તરફથી 2017ની વિધાનસભા ચૂંટણી લડનારા ઠાકોર સેનાના નેતા ગોવિંદજી ઠાકોરે આજરોજ કેસરિયા ધારણ કરતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો પ્રસરી જવા પામ્યો છે. આપને જણાવી દઇએ કે, ગોવિંદ ઠાકોર ગાંધીનગર ઠાકોર સેનાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા. આ સાથે જ તેઓ અલ્પેશ ઠાકોરની નજીકના વ્યક્તિ પણ માનવામાં આવે છે. વર્ષ 2017માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ગોવિંદ ઠાકોર ગાંધીનગર સાઉથની બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હતા. આ બેઠક પર ટિકિટ તેમને અલ્પેશ ઠાકોરની મદદથી પ્રાપ્ત થઇ હોવાનું  લોકમુખે ચર્ચાઇ રહ્યું હતું. ત્યારે આજરોજ તેઓ ભાજપનો ખેસ ધારણ કરી લેતા નવા-જુનીના એંધાણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ