ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Koli community leaders with CR Patil at Kamalam
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે જેને લઈને દરેક પક્ષ ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગયો છે ત્યારે ગુજરાતના રાજકારણમાં દરેક સમાજ પોતોનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે આજે કમલમ ખાતે કોળી સમાજના આગેવાનોની મહત્વની બેઠક મળી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે કોળી અને ઠાકોર સમુદાયના અગ્રણીઓએ વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ અને મહામંથન કર્યું હતું. આ બેઠકમાં રાજ્ય કક્ષાના મંત્રી દેવામાલમ અને મુકેશ પટેલે પણ હાજરી આપી હતી. જ્યારે સાંસદ ભરતજી ડાભી,રાજેશ ચુડાસમા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT
કોળી સમાજના નેતાઓની મહત્વની બેઠક
મહત્વનું છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોળી સમાજના બે ફાંટા પડી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે એવામાં આજે મળેલી બેઠકમાં સાંસદ ભારતીબેન શિયાળ,પ્રદેશ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, MLA અજમલજી ઠાકોર, MLA કનુ પટેલ તેમજ MLA પરસોત્તમ સાબરિયા,પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી પણ બેઠકમાં સામેલ થયા હતા. અહીં ઉલ્લેખનિય છે કે કોળી સમાજની મળેલી આ બેઠકમાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને ન બોલાવાતા દેવજી ફતેપરા આ મુદ્દે નારાજગી દર્શાવી છે. આ નારાજગીના કારણે કોળી સમાજમાં બે ફાંટા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ફતેપરાએ બાવળિયા સામે વ્યક્ત કરી છે નારાજગી
સૌરાષ્ટ્રમાં 2 જાન્યુઆરીએ કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી જેમાં દેવજી ફતેપરાને બેઠક માટે ન બોલાવાતા દેવજી ફતેપરાએ નારાજગી દર્શાવી હતી અને કહ્યું હતું કે મને એકલો પાડી દેવાનો પ્રયાસ કરવામાં થઈ રહ્યો છે. જે બાદ દેવજી ફતેપરા અલગથી ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને અલગથી મળવા જશે તેવું નિવેદન આપ્યું છે. પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે કોળી સમાજને પ્રભુત્વ મળે તે માટે બેઠક મળી હતી. બેઠક બાદ ભાજપે કોળી સમાજના નેતાઓને બેઠક માટે બોલાવ્યા હતા. ભાજપ સાથેની બેઠકમાં કુંવરજી બાવળિયા અને તેમના જૂથના અગ્રણીઓને જ આમંત્રણ અપાયું હતું જેના કારણે ફતેપરાએ નારાજગી દર્શાવી છે.
ચૂંટણી પહેલા કોળી સમાજમાં બે ફાંટા જેવી સ્થિતિ
પાટીદાર સમાજ બાદ, કોળી સમાજ,ઠાકોર સમાજ. દલિત સમુદાયનાં સામાજિક સંમેલન મળી ચુક્યા છે. રાજકોટમાં કુંવરજી બાવળીયા, દેવજી ફતેપરાએ અગાઉ શિયાળાની કડકડતી ઠંડીમાં 'તાપણું' કરી સમાજમાં અંદર ધધકતી આગને ચૂંટણી સુધી એવી જ રાખવા પ્રયત્ન કર્યો છે. જેને લઈને રાજકોટમાં આવું જ એક વધુ સંમેલન કોળી સમાજનું મળ્યું હતું. મહત્વનું છે કે સરકારની ગતિવિધિઓનો ઈશારો અને સામાજિક સંમેલનોથી રાજ્યની જનતાને 'હવામાન'થોડું એ રીતે 'અકળ'લાગે છે કે 'વરતારો'જુદો હશે. દરેક સમાજના દરેક નેતા અત્યારે જે પક્ષમાં છે તેમાં સામાજિક સંમેલનથી 'એડી-ચોટીનું જોર' લગાવે છે. જો બધું સમુ-સુતરું પાર ઉતરે, તો ઠીક છે, નહિ તો પછી પવન પ્રમાણે પીઠ ફેરવવાની 'સાધ્ય' કલા તો હસ્તગત છે જ
સંકળાયેલા મુદ્દાઓ