સંકટ / Live India: વધ્યો કોરોનાનો આતંક, UPના 60થી વધુ જીલ્લામાં ફેલાયો કોરોના, કુલ સંક્રમિત આંક 56351ને પાર

know the updates about the coronavirus in india 08052020

ભારતમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કુલ 56 હજાર 351 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 1889 દર્દીઓના મોત થયા છે. તો દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1889 દર્દીઓ સાજા થયા છે. હાલ દેશમાં 37 હજાર 682 કોરોના એક્ટિવ કેસ નોંધાયા છે. રાહતને બદલે માઠા સમાચાર એ છે કે UPના 60થી વધુ જીલ્લામાં ફેલાયો કોરોના વાયરસ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. અહીં છેલ્લા 45 દિવસમાં રોજના 66 નવા કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતના અમદાવાદમાં પણ સ્થિતિ વણસી હોવાના કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3561 કેસ નોંધાયા છે જ્યારે 89 લોકોના મોત થયા છે. જ્યારે રિકવરી રેટ 28.83 ટકાએ પહોંચ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ