બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / આરોગ્ય / know the Causes and treatment of Vaginal Yeast Infection In women

કામની ટિપ્સ / મહિલાઓને આ કારણથી થાય છે વજાઇનલ ફન્ગલ ઈન્ફેક્શન, તેના લક્ષણો જાણી આ રીતે કરો ઉપચાર

Noor

Last Updated: 10:41 AM, 26 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળા અને ચોમાસામાં ખુજલી, સ્કિન ઈન્ફેક્શન, ફંગસ જેવી સમસ્યાઓ ખૂબ જ વધી જાય છે. એવામાં મોટાભાગની સ્ત્રીઓ ગુપ્તાંગોને લગતી તકલીફો થવા લાગે છે. ચાલો એવી જ એક તકલીફ વિશે જાણીએ.

  • સ્ત્રીઓને ઘણાં કારણથી થાય છે વજાઇનલ ફન્ગલ ઇન્ફેક્શન
  • ચોમાસામાં મોટાભાગની સ્ત્રીઓ ગુપ્તાંગોને લગતી તકલીફો થવા લાગે છે
  • સ્ત્રીઓમાં વજાઇનલ ફન્ગલ ઇન્ફેક્શનની સમસ્યા ખૂબ વધી જાય છે

મહિલાઓ ગુપ્તાંગમાં થતી બળતરા, દુઃખાવા, વ્હાઈટ ડિસ્ચાર્જ જેવી સમસ્યાઓ વિશે તે કોઈને જણાવી શકતી નથી. જેના કારણે સ્ત્રીઓમાં વજાઇનલ ફન્ગલ ઇન્ફેક્શનની સમસ્યા ખૂબ વધી જાય છે. આજે તેના લક્ષણો અને કારણો જાણી લો.

ફન્ગલ ઇન્ફેક્શન શું છે

ફન્ગલ ઇન્ફેક્શન એટલે ફન્ગસથી થતું ઇન્ફેક્શન. ફન્ગસ એટલે કે ફૂગ. આમ તો દરેક સ્ત્રીની યોનિમાં અમુક અંશે આ ફૂગ હાજર હોય જ છે, પરંતુ જ્યારે એનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય તો ફન્ગલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. સ્ત્રીઓમાં ફન્ગલ ઇન્ફેક્શન અત્યંત સામાન્ય બાબત છે. એક અંદાજ મુજબ 75 ટકા સ્ત્રીઓ જીવનમાં એકાદવાર આ પરિસ્થિતિનો ભોગ બને જ છે, જ્યારે 50 ટકા સ્ત્રીઓએ જીવનમાં 2-3 વાર આ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે છે. એમ છતાં આધુનિક વિજ્ઞાનની મદદથી એની સારવાર બહુ આસાનીથી થઈ શકતી હોવાથી એનાથી બહુ ડરવાની જરૂર નથી.

લક્ષણો

યોનિમાર્ગમાં ખંજવાળ આવવી તથા સોજો આવી જવો, પેશાબ તથા જાતીય સંબંધ વખતે બળતરા થવી તથા દુખાવો થવો, સફેદ પાણી પડવું તથા ક્યારેક સફેદ પાણીની સાથે દેખાવમાં અમુક અંશે પનીર જેવો દેખાતો કોઈ પણ પ્રકારની વાસ વિનાનો ડિસ્ચાર્જ થવો એ ફન્ગલ ઇન્ફેક્શનનાં મુખ્ય લક્ષણો છે. અમુક સ્ત્રીઓમાં માસિક પહેલાંના અઠવાડિયામાં આ લક્ષણોનું પ્રમાણ વધી જાય છે, જેની સાથે તેમને કમર તથા પેઢુના ભાગમાં દુખાવો થવાની સમસ્યા પણ સતાવતી હોય છે. ફન્ગલ ઇન્ફેક્શન ધરાવતી સ્ત્રીના પાર્ટનરને પણ જાતીય સંબંધ પછી ખંજવાળ આવી શકે છે.

કારણો

ફન્ગલ ઇન્ફેક્શન મુખ્યત્વે યોનિમાર્ગમાં રહેલાં વિવિધ જર્મ્સ, બેક્ટેરિયા, વાઇરસ તથા ફન્ગસને કારણે થતું હોય છે. એ દરેકનાં લક્ષણો પણ જુદાં-જુદાં હોય છે એટલે એમની સારવાર પણ જુદી રહે છે.

નિદાન 

  • ફન્ગલ ઇન્ફેક્શનના ચોક્કસ નિદાન માટે સૌથી પહેલાં તો કોઈ નિષ્ણાંક ડોક્ટરનો સંપર્ક કરી શારીરિક તથા પેલ્વિક એક્ઝામિનેશન કરાવો.
  • વધુમાં તેમની બ્લડ-ટેસ્ટ, યુરિન-ટેસ્ટ તથા બ્લડશુગર માટેની કેટલીક ટેસ્ટ પણ કરાવવામાં આવે છે. 
  • સ્ત્રીની ઉંમર 35 વર્ષથી વધુ હોય તો ડોક્ટરો સર્વાઇકલ કેન્સરની સંભાવના ટાળવા કેન્સર માટે જરૂરી એવી પેપ ટેસ્ટ કરવાની સલાહ પણ આપે છે. 
  • જરૂર લાગે તો ડૉક્ટર તેમના ડિસ્ચાર્જનું સેમ્પલ લઈ લેબોરેટરીમાં કલ્ચરલ ટેસ્ટ માટે પણ મોકલાવે છે, જેથી ઇન્ફેક્શન કયા પ્રકારનું છે એનો ચોક્કસ ખ્યાલ આવે.
     

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ