તમારા કામનું /
આવી ભૂલ કરશો તો સરકાર તરફથી મળતો આ લાભ નહી મળે, કેવી રીતે સુધારશો જાણો
Team VTV11:07 AM, 24 Jun 21
| Updated: 11:20 AM, 24 Jun 21
જો તમારા એકાઉન્ટમાં પીએમ કિસાન સન્માન નિધિના 8મા હપ્તાની રકમ જમા નથી થઈ તો ગભરાશો નહીં . ઘરે બેઠા આ સ્ટેપ્સ ફોલો કરી લો બાદમાં તમારી ક્વેરી સોલ્વ થઇ જશે.
9.5 કરોડ લાભાર્થી ખેડૂતો માટે જાહેરાત
19,000 કરોડ રૂપિયાથી વધુની રકમનો મળશે ફાયદો
નાના-મોટા ખેડૂતોને આપવામાં આવે છે વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય
PM નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે 8માં હપ્તાને બહાર પાડવામાં આવ્યો છે. જે અંતર્ગત, કેન્દ્ર સરકાર દ્વારા યોજનાના લાભાર્થી ખેડૂતોના એકાઉન્ટમાં બે હજાર રૂપિયાની રકમ જમા કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદી અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અંતર્ગત કુલ 9.5 કરોડ લાભાર્થી ખેડૂતો માટે 19,000 કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ પણ જો હપ્તાની રકમ તમારા એકાઉન્ટમાં જમા નથી થઈ તો ગભરાશો નહીં.
ઇન્સ્ટોલમેન્ટ અટકવાના ઘણા કારણો
પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો ઘણા કારણોસર રોકાઈ શકે છે. જો તમે યોજનામાં રેજિસ્ટ્રેશન કરતાં સમય તમારું નામ ખોટું લખ્યું હોય અથવા તો તે નામ તમારી બેંકમાં દાખલ કરેલા નામ સાથે મેચ ના થતું હોય, તો તેના કારણે તમારો હપ્તો રોકાઈ શકે છે. તે સિવાય જો તમે યોજનામાં રેજિસ્ટ્રેશન કરતા સમયે બેંક ડિટેલ્સમાં ખોટી માહિતી દાખલ કરી હશે તો પણ હપ્તો તમારા સુધી પહોંચશે નહી. તેથી ખોટા એકાઉન્ટ નંબર અને IFSC કોડને સુધારવું જરૂરી છે. આ ઉપરાંત સંબંધિત દસ્તાવેજ જેમકે આધાર કાર્ડ અને રજિસ્ટર્ડ થયેલ નામમાં તફાવત જોવા મળે તો પણ હપ્તાની રકમ રોકાઈ શકે છે.
આ રીતે ચૅક કરો અને સુધારો તમારી એકાઉન્ટ ડિટેલ્સ
સૌથી પહેલા તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઈટ pmkisan. gov. inની મુલાકાત લેવાની રહેશે .
વેબસાઈટ પર આપેલા ઓપ્શન 'Farmers Corner' પર ક્લિક કરવાનું રહેશે.
ક્લિક કર્યા બાદ ઓપન થયેલા પેજ પર તમે તમારી એકાઉન્ટ ડિટેલ્સ સુધારી શકો છે અને જો તમારે એકાઉન્ટ નંબર સુધારવો હોય તો તમારે Agriculture Departmentની મુલાકાત લેવી પડશે.
એકાઉન્ટ સ્ટેટસ ચેક કરવા માટે વેબસાઈટ પર આપેલ ઓપ્શન 'Farmers Corner' નીચે 'Beneficiary Status' ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ ઓપન થયેલ પેજ પર તમારે આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર આ ત્રણેમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
તમે જે પણ વિકલ્પ પસંદ કરેલ હોય તેની માહિતી ત્યાં દાખલ કરવાની રહેશે અને ત્યારબાદ એકાઉન્ટ સ્ટેટસ ચેક કરવા માટે ઓપ્શન 'Get Data' પર ક્લિક કરવાનું રહેશે.
આટલું કર્યા બાદ તમને આજ સુધીના તમારા બધા હપ્તા વિશેની માહિતી પ્રાપ્ત થઈ જશે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો કોને મળશે લાભ?
ડિસેમ્બર 2018માં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અંતર્ગત દેશના નાના-મોટા ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે અને કાયદા અનુસાર આ યોજનાનો લાભ માત્ર તે ખેડૂતો જ મેળવી શકે છે જેમની પાસે 2 હેક્ટર કે તેનાથી ઓછી ખેતી કરવા માટેની જમીન છે.
એકાઉન્ટમાં હપ્તો જમા ન થાય તો આ નંબર પર ફોન કરો
જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અને તમારા એકાઉન્ટમાં 8માં હપ્તાની રકમ જમા નથી થઈ તો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની હેલ્પલાઈન પર કોલ કરવાનો રહેશે અને યોજનાના હેલ્પલાઈન નંબર 155261, 1800115526, 011-23381092 છે.