King Khan greets his fans at Mannat on his 54th birthday
Birthday Special /
બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાનનો 54 મો જન્મદિવસ, 'મન્નત' બહાર બની આ ઘટના
Team VTV08:32 AM, 02 Nov 19
| Updated: 08:41 AM, 02 Nov 19
બોલિવૂડના બાદશાહ તરીકે નામના મેળવનાર શાહરુખ ખાન આજે તેમને 54મો જન્મદિવસ મનાવી રહ્યા છે. ત્યારે મોડી રાત્રે જ શાહરુખના ઘર મન્નતની બહાર ફેન્સનો જમાવડો જોવા મળ્યો.
બોલિવૂડના બાદશાહનો જન્મદિવસ
શાહરૂખ ખાને 54 માં જન્મદિનની કરી ઉજવણી
મન્નત બહાર મોડી રાતે લોકોના ટોળા ઉમટ્યા
હજ્જારોની સંખ્યામાં ફેન્સ પોસ્ટર-બેનર સાથે શાહરુખના ઘરની બહાર એકઠા થયા અને જન્મદિવસની ઉજવણી કરી. આ સમયે વરસાદ પણ પડી રહ્યા હતો. છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઉણપ જોવા ન મળી. શાહરુખ ખાને પણ ફેન્સને નિરાશ ન કર્યા અને બહાર આવીને ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું, તેમજ આભાર માન્યો હતો.
શાહરુખ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965 ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમણે દિલ્હીની જ જામિયા મિલિયા ઇસ્લામિયા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે. 2008 માં ન્યૂઝવીક સામયિકમાં તેમને વિશ્વમાં 50 સૌથી શક્તિશાળી લોકોમાંના એક તરીકે સમાવવામાં આવ્યા હતા.
ક્યારે શરૂ કરી કારકિર્દી
શાહરૂખે 1980ના અંતથી વિવિધ ટીવી શ્રેણીઓમાં કામ કરીને પોતાની કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે 1992 દિવાના ફિલ્મ દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેઓ અસંખ્ય સફળ વ્યાવસાયિક ફિલ્મોનો એક ભાગ રહ્યા છે અને પોતાની ઘણી કામગીરીને લઇને પ્રશંસા પ્રાપ્ત કરી છે.
ફિલ્મ જગતમાં સફળતાના 27 વર્ષ
ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમની કારકિર્દી દરમ્યાન તેમણે તેર જેટલા ફિલ્મફેર પુરસ્કાર મેળવ્યા છે, જેમાંના સાત શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીના છે. ઇન્ડસ્ટ્રીમાં 27 વર્ષ થયાં છતા તેમની લોક ચાહના યથાવત છે.
Many actors came,struggled & collapsed.. but then there is SRK who is still standing firmly from last 3 decades in bollywood.
and still standing tall than his Contrarieties ❤️
legend @iamsrk 👑#HappyBirthdaySRKpic.twitter.com/rnrdoVmGGh
આપને જણાવી દઇએ કે, કિંગ ખાન તરીકેની ઓળખ ધરાવતા શાહરૂખના સત્તાવાર નિવાસ સ્થાન 'મન્નત' બહાર તેના ચાહકોનો જમાવડો જોવા મળતો હોય છે. જન્મદિવસની આગલી રાતે 12 વાગ્યાની આસપાસ મોટી સંખ્યામાં લોકો બંગલા બહાર આવી પહોંચે છે. જો કે, શાહરૂખ પણ પોતાના ચાહકોને નિરાશ કરતા નથી અને મોડી રાતે લોકોનું અભિવાદન ઝીલવા માટે બંગલાની બહાર આવે છે.