બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / kia seltos achiveves 5 lakh unit sales milestone

ગજબ / આ SUVના ફિચર્સ જાણી પાગલ થયા લોકો! ધડાધડ વેચાઈ ગઈ 5 લાખથી વધુ કાર, જાણો કિંમત અને બીજી ડિટેલ્સ

Last Updated: 03:00 PM, 6 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kia Seltos SUV: આ સસ્તી SUV હાલ ખૂબ જ પ્રચલીત થઈ છે. લોકો તેના ફિચર્સના દિવાના થઈ ગયા છે તેના 5 લાખથી વધારે યુનીટ વેચાઈ ગયા છે.

  • ખૂબ જ પોપ્યુલર થઈ આ SUV
  • વેચાઈ ગયા 5 લાખથી વધારે યુનીટ્સ 
  • લોકો થયા ફિચરના દિવાના 

Kia Indiaએ લગભગ 4 વર્ષ પહેલા ભારતીય બજારમાં પગ મુક્યો હતો અને કંપનીએ પોતાના પહેલા વાહનની રીતે Kia Seltosને લોન્ચ કરી હતી. ખૂબ જ ઓછા સમયમાં આ SUVએ ગ્રાહકોની વચ્ચે ખાસી લોકપ્રિયતા મેળવી લીધી. તેનો અંદાજો તમે એના પરતી લગાવી શકો છો કે ગયા વર્ષે 4 વર્ષમાં તેના 5 લાખ યુનિટ્સનું વેચાણ થયું છે. 

કંપની આ SUVનું નિર્માણ આંધ્ર પ્રદેશના અનંતપુર સ્થિત પોતાના પ્લાન્ટમાં કરે છે. કંપનીના કુલ સેલ્સમાં લગભગ 55 ટકાની ભાગીદારી ફક્ત સેલ્ટોસની છે. કિયા ઈન્ડિયાએ તેને ઘરેલુ બજાર ઉપરાંત મધ્ય એશિયા, આફ્રીકા, સેન્ટ્રલ અને સાઉથ અમેરિકા, મેક્સિકો અને એશિયા પેસિફિક દેશોમાં એક્સપોર્ટ કરી છે. 

મિડ સાઈઝ SUVમાં સેગ્મેન્ટની લોકપ્રિયતા 
મિડ-સાઈઝ SUV સેગ્મેન્ટમાં Seltosની લોકપ્રિયતાના ઘણા કારણ છે. જેના કારણે તે ખાસ છે. Seltos કુલ બે બ્રાન્ડ ટ્રિમ HT અને GT લાઈનની સાથે 7 વેરિએન્ટ્સમાં આવે છે. તેની કિંમત 10.89 લાખ રૂપિયાથી લઈને 19.65 લાખ રૂપિયાની વચ્ચે છે. 

કિયાએ તેને બે એન્જિન વિકલ્પની સાથે રજૂ કરી છે. એક 1.5 લીટર પેટ્રોલ એન્જિન અને એક 1.5 લીટર ડિજલ યુનિટ. કિયા પેટ્રોલ-મેનુઅલ મોડલ માટે 16.5kmpl અને પેટ્રોલ-CVT મોડલ માટે 16.8kmplનો દાવો કરે છે. ત્યાં જ તેનું ડિઝલ એન્ટી 18kmplનું માઈલેજ આપે છે. 

ટેક્નોલોજીથી સજ્જ 
સેલ્ટોસમાં કનેક્ટેડ કાર ટેક્નોલોજીની સાથે 10.25 ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એર પ્યુરિફાયર, એમ્બિએન્ટ લાઈટિંગ, વેન્ટિલેટેડ ફ્રંટ સીટ્સ, પાવર- એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ આપવામાં આવી છે. 

તેમાં 8 ઈંચનું હેડ-અપ ડિસ્પ્લે, સ્માર્ટવોચ કનેક્ટિવિટી, સનરૂફ અને રિમોટ-એન્જિન સ્ટાર્ટ અને 8-સ્પીકર બોસ સાઉન્ડ સિસ્ટમ પણ મળે છે. આ SUVમાં 6 એરબેગ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ, હિલ અસિસ્ટ, બ્રેક અસિસ્ટ અને EBDની સાથે ABS જેવા સેફ્ટી ફિચર્સ મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Kia Seltos SUV SUV Cars auto industry કિયા કાર Kia Seltos SUV
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ