બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Karan Johar was elated by the success of 'Pathan', said - Trolling is an illusion, Boycott trend

મનોરંજન / ચાર વર્ષે શાહરુખની ફિલ્મ ચાલી તો કરણ જોહર ખુશખુશાલ, ટ્રોલર્સ અને બૉયકોટ મુદ્દે જુઓ શું કહ્યું

Megha

Last Updated: 10:33 AM, 30 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જણાવી દઈએ કે ફિલ્મે માત્ર ચાર દિવસમાં જ 400 કરોડનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન કર્યું છે. ફિલ્મની સફળતા બાદ કરણ જોહરે એક પોસ્ટ શેર કરીને બોલિવૂડ હેટર્સને જવાબ આપ્યો છે.

  • પઠાણ ફિલ્મની સફળતા બાદ કરણ જોહરે બોલિવૂડ હેટર્સને જવાબ આપ્યો
  • વધુ પડતું પ્રમોશન, ટ્રોલિંગનો ડર, બૉયકોટની ધમકીઓ આ બધુ ભ્રમ
  • સોશ્યલ મીડિયા હેન્ડલ પર શાહરુખ ખાન સ્ટારર ‘પઠાણ’ના ભરપેટ વખાણ કર્યા

આ દિવસોમાં દરેક જગ્યા પર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' લાઈમલાઈટમાં છે. 'પઠાણ' રિલીઝ થયા બાદ દરેક જગ્યાએ એવું વાતાવરણ સર્જાયું છે કે જાણે લોકો કોઈ તહેવારની ઉજવણી કરી રહ્યા હોય. ફિલ્મ પઠાણને લઈને લોકોમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે. શાહરૂખ ખાનની 'પઠાણ' બોક્સ ઓફિસ પર સતત ધમાલ મચાવી રહી છે. પઠાણની ધમાકેદાર એન્ટ્રી સાથે થિયેટરોમાં જાણે તેજ ફરી વળ્યું છે. શાહરુખ ખાનની આ ફિલ્મે ન જાણે કેટલા રેકોર્ડ બનાવ્યા છે. હાલ જોતાં લાગી રહ્યું છે કે શાહરૂખની આ ફિલ્મ બોલિવૂડમાં પડેલા દુકાળ માટે રામબાણ સાબિત થઈ છે. 

જણાવી દઈએ કે પઠાણ ફિલ્મે માત્ર ચાર દિવસમાં જ 400 કરોડનું વર્લ્ડવાઈડ ગ્રોસ કલેક્શન કર્યું છે. ફિલ્મની સફળતા બાદ કરણ જોહરે એક પોસ્ટ શેર કરીને બોલિવૂડ હેટર્સને જવાબ આપ્યો છે. 

કરણ જોહરે પઠાણના કર્યા વખાણ 
અત્યાર સુધી આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, અજય દેવગન સહિત તમામ બોલિવૂડ સ્ટાર્સે 'પઠાણ'ના વખાણમાં ઘણું લખ્યું છે એન આ સાથે જ કરણ જોહરે પણ 'પઠાણ' વિશે પોતાના મનની વાત શેર કરી છે. જણાવી દઈએ લે કરણ જોહરે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું છે કે, 'એક સારી ફિલ્મથી વધુ કંઈ મહત્વનું નથી. મેગા બ્લોકબસ્ટરની સફળતા એ સાબિત કરે છે કે વધુ પડતું પ્રમોશન, ટ્રોલિંગનો ડર, બૉયકોટની ધમકીઓ આ બધુ ભ્રમ છે જેને આપણે માનીએ છીએ પણ 'પઠાણે' આ બધી વાતોને ખોટી સાબિત કરી છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

બૉલીવુડ પણ કરી રહ્યું છે પઠાણના વખાણ 
‘કિંગ ખાને પ્રૂવ કર્યુ કે એ માત્ર સમયની રાહ જોતો હતો કે ફરી ક્યારે બોલીવૂડ પર રાજ શરૂ કરે અને એ રાજ એણે ‘પઠાણ’થી ફરી ચાલુ કરી દીધું છે.’ આ શબ્દો છે ડિરેક્ટર કરણ જોહરના. ટ્વિટર છોડ્યા પછી ઇન્સ્ટાગ્રામ પર વધારે એક્ટિવ થયેલા કરણ જોહરે પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર શાહરુખ ખાન સ્ટારર ‘પઠાણ’ના ભરપેટ વખાણ કર્યા અને એનો સાથ આપવા માટે ઝોયા અખ્તરથી માંડીને અનુરાગ કશ્પય સહિતના સૌ ડિરેક્ટર અને બોલીવૂડ એક્ટર એમાં જોડાયા. અનુરાગ કશ્યપે ‘પઠાણ’ જોયા પછી પહેલું રીએકશન આપ્યું, ‘આઇ એમ સ્પીચલેસ. જે લેવલની ફિલ્મ છે એ અદ્ભૂત છે. બોલીવૂડ ખતમ થઈ ગયું એવું બોલનારાઓને ‘પઠાણ’ થકી ખબર પડશે કે આજ ભી બોલીવૂડ બાપ હૈ...’

કરણ જોહરે આ ફિલ્મ બે મહિના પહેલાં જોઈ લીધી હતી અને એક ઇન્ટરવ્યુમાં તેણે એક મહિના પહેલાં કહ્યું હતું કે ‘સાઉથની ફિલ્મોના વખાણ કરનારા અને હેટ-રેટ વધારવાનું કામ કરતાં ક્રીટિક્સને ‘પઠાણ’ જબરદસ્ત જવાબ આપશે અને એ ફિલ્મ ઇન્ડિયન સિનેમાની સૌથી મોટી ફિલ્મ બનશે એની ગૅરેન્ટી હું આપું છું.’

સંકળાયેલા મુદ્દાઓ

Film Pathaan Karan Johar Pathaan પઠાણ ફિલ્મ pathaan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ