બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranaut gets trolled again, said Social media is not worthy of my beauty
Megha
Last Updated: 01:29 PM, 6 May 2023
ADVERTISEMENT
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કંગના રનૌત સિનેમા સિવાયના અન્ય મુદ્દાઓ પર વિવાદિત નિવેદનના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. આવી સ્થિતિમાં ક્યારેક તેમને ખૂબ સપોર્ટ કરવામાં આવે છે તો ક્યારેક તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવે છે.
હાલ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે કંગનાએ તેની એક સુંદર તસવીર શેર કરી છે પણ કેપ્શનના કારણે તે ટ્રોલ થઈ રહી છે. કંગનાની પોસ્ટ પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે.
ADVERTISEMENT
ટ્રોલ થઈ કંગના
કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી છે.આ તસવીરમાં કંગના રનૌતે ગુલાબી સાડી પહેરી છે અને આસપાસ ઘણાં બધાં ફૂલો છે.તસવીરમાં કંગના રનૌત ખૂબ જ સ્વેગ સાથે પોઝ આપતી જોવા મળે છે.આ તસવીર સાથે કંગનાએ કેપ્શનમાં લખ્યું, 'આમ તો સોશિયલ મીડિયા મારી સુંદરતાને લાયક નથી.... પણ, ચાલો તમે એ શું યાદ રાખશો..'
સોશિયલ મીડિયા યુઝર્સની પ્રતિક્રિયા કેવી છે
કંગના રનૌતની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. એક તરફ જ્યાં ટ્વિટર યુઝર્સ એક્ટ્રેસના લુકના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ કેપ્શનના કારણે તેઓ ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયાએ આ ફોટો પર રિતિક રોશનનું નામ લખ્યું છે તો કેટલાકે કંગનાના કેપ્શનની સ્ટાઈલમાં કોમેન્ટ પણ કરી છે. તો કેટલાક યુઝર્સે કંગનાને ઉર્વશી રૌતેલાનું પ્રો વર્ઝન ગણાવ્યું છે.
Vaise social media deserve toh nahi karti meri beauty …. lekin … chalo kya yaad rakhoge …. 💐 pic.twitter.com/aR7AIxGtlP
— Kangana Ranaut (@KanganaTeam) May 5, 2023
આ કારણે ફરી ચર્ચાનો વિષય બની હતી કંગના
આ બધા વચ્ચે એક ઇવેન્ટ દરમિયાન કંગના રનૌતને ચાલી રહેલા વિવાદ પર તેના વિચારો વિશે પૂછવામાં આવ્યું હતું. એ સમયે તેને કહ્યું હતું કે 'જુઓ, મેં ફિલ્મ જોઈ નથી પણ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાના ઘણા પ્રયાસો થયા છે. હાઈકોર્ટે કહ્યું છે કે ફિલ્મ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. મને લાગે છે કે આ મૂવીમાં ISIS સિવાય બીજું કઈં ખરાબ નથી બતાવવામાં આવ્યું, બરાબર ને?'
ISIS એક આતંકવાદી સંગઠન છે
કંગનાએ આગળ કહ્યું, 'જો દેશની સૌથી જવાબદાર સંસ્થા આવી વાત કરી રહી છે તો તેઓ સાચા છે. ISIS એક આતંકવાદી સંગઠન છે અને એવું નથી કે માત્ર હું જ તેમને આતંકવાદી કહું છું. આપણા દેશ, ગૃહ મંત્રાલય અને અન્ય દેશોએ પણ તેમને આ જ કહે છે. જો તમને લાગે કે તે આતંકવાદી સંગઠન નથી, તો સ્વાભાવિક છે કે તમે પણ આતંકવાદી છો.'
તો તમે પણ આતંકવાદી છો..
કંગનાએ કહ્યું, 'જો તમને લાગે કે આતંકવાદી સંગઠન આતંકવાદી નથી, જ્યારે તેને કાયદાકીય અને નૈતિક રીતે આતંકવાદી જાહેર કરવામાં આવ્યું છે, તો તમે ફિલ્મ કરતાં મોટી સમસ્યા છો. તમારે પહેલા એ વસ્તુ વિશે વિચારવું જોઈએ કે તમે જીવનમાં ક્યાં ઊભા છો?' કંગના રનૌતે એમ પણ કહ્યું કે, 'હું એ લોકો વિશે વાત કરી રહી છું જેઓ વિચારી રહ્યા છે કે આ ફિલ્મ તેમના પર હુમલો કરી રહી છે ISIS પર નહીં. જો તમને લાગે કે તે તમારા પર હુમલો કરી રહી છે તો તમે આતંકવાદી છો. આ હું નથી કહેતી આ બસ ગણિત છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT