Kangana Ranaut bought a shining brand new luxury car, the price is in crores
Kangana Ranaut Car /
કંગનાએ ખરીદી ધાકડ કાર, લક્ઝુરિયસ ગાડીની કિંમત જાણશો તો આંખો પહોળી થઈ જશે
Team VTV05:19 PM, 20 May 22
| Updated: 10:59 AM, 21 May 22
બોલીવુડ એકટ્રેસ કંગના રનૌત થોડા દિવસોથી ફિલ્મ 'ધાકડ'ને લઈને લાઈમ ટાઈમમાં છે. હવે, તેણે ચમકતી બ્રેંડ ન્યુ કાર ખરીદી છે, જેની કિંમત કરોડોમાં છે.
કંગનાએ ખરીદી બ્રેંડ ન્યુ કાર
કારની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે.
કંગના થોડા દિવસોથી ફિલ્મ 'ધાકડ'ને લઈને લાઈમ ટાઈમમાં છે.
કંગના રનૌત બોલિવુડ ઈન્ડસ્ટ્રીની સફળ એકટ્રેસ માંથી એક છે. તે એક્ટિંગથી લઈને ડાયરેક્ટર સુધીનું કામ કરે છે અને હવે તો તે ફિલ્મ પ્રોડક્શનમાં પણ ઉતરી ચુકી છે. આ દિવસોમાં તે પોતાની નવી ફિલ્મ 'ધાકડ'ને લઈને લાઈમ ટાઈમમાં છે. આ મૂવીની રિલીઝ પહેલા કંગનાએ ચમકતી બ્રેંડ ન્યુ કાર લીધી છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે.
કંગના રનૌતએ ખરીદી ન્યુ કાર
સેલિબ્રિટી ફોટોગ્રાફર 'વિરલ ભયાની'એ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો વાઈરલ કર્યો છે, જેમાં કંગના રનૌત બ્લેક કલરની મર્સેડીઝ કારની સાથે નજરે પડી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કંગના પોતાની કાર સાથે પોઝ આપી રહી છે. આ અવસર પર કંગના તેના પરિવાર સાથે દેખાઈ રહી છે.
આ કારની કિંમત કરોડોમાં છે. મીડિયા રિપોર્ટસ અનુસાર કંગના રનૌતે આ બ્રેંડ ન્યુ લક્ઝરી કાર માટે લગભગ 5 કરોડ રુપિયા ચુકવ્યા છે. જો કે, કંગના પાસે પહેલાથી જ ઘણી બધી કાર છે. હવે, તેના કાર કલેક્શનમાં 'મર્સેડીઝ' પણ સામેલ થઇ ગઇ છે.
જણાવી દઈએ કે, કંગના રનૌતની ફિલ્મ 'ધાકડ' આજે એટલે કે 20 મે ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને ક્રિટિક્સથી સારા રિવ્યુઝ મળી રહ્યા છે. આ ફિલ્મમાં કંગના રનૌતે 'એજેન્ટ અગ્નીનો' રોલ પ્લે કર્યો છે.અને ખાસ વાત આ છે કે, તે પહેલી વાર ખતરનાક સ્ટંટ કરતી નજરે પડશે.આ ફિલ્મમાં એક્શન ફિલ્મ માટે તેઓએ કેટલાય મહિનાઓ સુધી ટ્રેનિંગ લીધી હતી. જેની ઝલક તે દરરોજ સોશ્યિલ મીડિયા પર જોવા મળે છે.
ભુલભુલૈયા થી ક્લેશ થઈ કંગનાની ધાકડ
આ ફિલ્મમાં કંગના રનૌત, અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ છે. આ મૂવી બોક્સ ઓફિસ પર, કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની 'ભૂલ ભુલૈયા 2' સાથે ટકરાઈ રહી છે. બંને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ છે. જો કે બંને ફિલ્મો અલગ અલગ ઝોનરની છે. કંગનાની 'ધાકડ' એક્શન ફિલ્મ છે તો, કાર્તિકની 'ભૂલ ભુલૈયા 2' હોરર કોમેડી. છેલ્લા સમયે કંગના રનૌત 'થલાઈવી' ફિલ્મમાં જોવા મળી હતી. જોકે આ મુવીને બોક્સ ઓફિસ પર કોઈ ખાસ રિસ્પોન્સ મળ્યો ન હતો.