Diwali 2021 /
આજે આ ખાસ જગ્યાએ કરી દો દિવો, જીવનની બધી તકલીફો એક ઝાટકે દૂર થઇ જશે, જાણો મહત્વ
Team VTV11:42 AM, 03 Nov 21
| Updated: 11:44 AM, 03 Nov 21
આજે કાળી ચૌદશનો તહેવાર છે અને તેને કેટલાક રાજ્યોમાં નાની દિવાળી પણ કહેવામાં આવે છે. આજના દિવસે ખાસ કામ કરવાથી વ્યક્તિ નરકમાં જવાથી બચે છે.
આજે નરક ચતુર્દશીનો તહેવાર
ખાસ આ જગ્યાએ કરી લો દિવા
જીવનની બધી તકલીફો થઇ જશે દૂર
આજના દિવસને નરક ચતુર્દશી કે રુપ ચૌદશ પણ કહેવામાં આવે છે. નરક ચૌદશના દિવસે દિવા પ્રગટાવવાની પરંપરા છે. માન્યતા છે કે દિવા પ્રગટાવવાથી જીવનના દરેક દુઃખ દર્દ નાશ પામે છે. દિવો કરવાની ખાસ જગ્યા પણ શાસ્ત્રોમાં કરવામાં આવે છે.
ઘરની આ જગ્યાએ દિવો રાખો
નાની દિવાળી પર ખાસ કરીને આ 5 દિવા પ્રગટાવવામાં આવે છે. પૂજા ઘર, રસોડું, પાણિયારો, પીપળાનું ઝાડ અને મુખ્ય દ્વાર પર પરંતુ 14 દિવા કરવાની આ જગ્યા ખુબ મહત્વની છે.
1. સાંજના સમયે જ ઘરના મુખ્ય દરવાજાની બહાર દીવો રાખો.
2. ઋણમુક્તિ માટે નિર્જન મંદિરમાં દીવો રાખો.
3. મા લક્ષ્મીની સામે દીવો રાખો.
4. તુલસીના લેપની નીચે દીવો મૂકો.
5. પીપળના ઝાડ નીચે દીવો મૂકો.
6. નજીકના મંદિરમાં દીવો મૂકો.
7. ઘરમાં જે જગ્યાએ કચરો રાખ્યો હોય ત્યાં દીવો કરવો.
8. ઘરના બાથરૂમમાં ડ્રેનેજ એરિયા પાસે દીવો રાખો.
9: ઘરની છતના કોઈપણ ખૂણામાં દીવો રાખો.
10. રસોડામાં દીવો પ્રગટાવો.
11. ઘરની મુખ્ય બારી પાસે દીવો મૂકો.
12. ઘરની સીડીઓ પર અથવા ઘરની વચ્ચે બ્રહ્મા સ્થાન પર દીવો કરવો.
13. પાણી પીવાની જગ્યાએ દીવો રાખો.
14. રાત્રે સૂતા પહેલા દક્ષિણ દિશામાં કચરાના ઢગલા પાસે સરસવના તેલનો દીવો રાખો.