બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 08:48 AM, 21 January 2021
ADVERTISEMENT
જો બાયડને નવા રાષ્ટ્રપતિના રૂપમાં અનેક નિર્ણયો પર સાઈન કર્યા છે. જેની અમેરિકામાં લાંબા સમયથી ડિમાન્ડ ચાલી રહી હતી અને સાથે ચૂંટણી કેમ્પેનમાં જો બાયડને તેને લઈને વાયદા પણ કર્યા હતા.
ADVERTISEMENT
સત્તા સંભાળતા જ બાયડને લીધા આ મહત્વના નિર્ણયો
શા માટે ખાસ છે જો બાયડનના આ નિર્ણયો
ડોનાલ્ડ ટ્રમ્પના શાસને લાંબા સમય સુધી ક્લાઈમેટ ચેન્જના નિર્ણયને લઈને મોઢું ફેરવવાનું કામ કર્યું, અમેરિકાએ પેરિસ એગ્રીમેન્ટની સાથે પોતાનું નામ પરત લીધું હતું પણ બાયડને આ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા અને સાથે મોટું પગલું ભર્યું છે. આ સિવાય ટ્રમ્પ પ્રશાસને કોરોનામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે નાતો તોડ્યો હતો તે બાયડને ફરીથી જોડ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની તરફથી આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે.
We're back in the Paris Climate Agreement.
— President Biden (@POTUS) January 21, 2021
ઈઝરાયલને લઈને બદલાશે નજર
આ મોટા નિર્ણયો સિવાય એક ખાસ વાત એ જોવા મળી કે અમેરિકાની વિદેશનીતિમાં પણ ફેરફારના સંકેત મળી રહ્યા છે. અહીં અમેરિકી દૂતાવાસે ટ્વિટર હેન્ડલના નામને બદલ્યું છે. પહેલાં તેનું નામ ઈઝરાયલમાં અમેરિકી રાજદૂત હતું હવે તેને બદલીને ઈઝરાયલ, ગાઝા અને વેસ્ટ બેંકમાં અમેરિકી રાજદૂત રખાયું છે. સ્પષ્ટ છે કે ટ્રમ્પ પ્રશાસને પહેલાં ઈઝરાયલી સ્થાનની માન્યતા આપી હતી અને પછી નિઝામ બદલાતા પરિણામ પણ બદલાયું હતું.
જો બાયડને અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા કમલા હૈરિસે પણ ઉપરાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા છે. જો બાયડને રાષ્ટ્રપતિના રૂપમાં પહેલા ભાષણમાં અમેરિકામાં લોકતંત્રને મજબૂત કરવા અને સાથે રંગભેદને ખતમ કરવા માટે એકસાથે મળીને આગળ વધવાનું આહ્વાહન કર્યું છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જો બાયડનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા નહતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.