જીતુ વાઘાણીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- 'ચેરમેન તરીકે વાઘજી બોડાએ શા માટે જવાબદારી ન નિભાવી'

By : hiren joshi 04:47 PM, 09 August 2018 | Updated : 04:47 PM, 09 August 2018
ગાંધીનગરઃ રાજકોટના જેતપુરમાં થયેલ મગફળી કૌભાંડ મામલે રાજકીય ઘમાસાણ સર્જાયું છે. ત્યારે નાફેડના ચેરમેન વાઘજી બોડાએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ આજે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે નાફેડના ચેરમેન વાઘજી બોડા અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસ પર આક્ષેપો લગાવ્યા અને આકરા પ્રહારો કર્યા છે.

નાફેડના ચેરમેન વાઘજી બોડા અંગે જીતુ વાઘાણીનું નિવેદન
વાઘજીભાઈ 2 વાર ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા છે. વાઘજી બોડા ટંકારા કૉંગ્રેસની કારોબારીમાં હતા. CM પહેલેથી જ કહેતાં હતા કે ખેડૂત માટે નાફેડને જવાબદારી આપી. ચેરમેન તરીકે વાઘજી બોડાએ શા માટે જવાબદારી ન નિભાવી. શા માટે વાઘજી બોડાએ ફરિયાદ ન કરી? વાઘજી બોડા કૉંગ્રેસનાં નેતાઓના કારણે ફરીયાદ કરતા ન હતા. મગન ઝલવાડ઼િયા પડધરી કોંગ્રેસના પ્રમુખ રહી ચુક્યા છે. મગન ઝલવાડ઼િયાની નાફેડ સાથે સાંઠગાંઠ હતી.

તેમણે કહ્યું કે, કોંગ્રેસે ઉપવાસનું તરકત તે પહેલા જ તપાસ સોંપાઈ ગઇ હતી. ઉપવાસનું નાટક કૉંગ્રેસનાં મળતિયાને બચાવવા માટે છે. કોંગ્રેસે હંમેશા ખેડૂતોનું અહિત કર્યુ છે. નાફેડ સંસ્થામાં વાઘજી બોડા મુદ્દે રજૂઆત કરાશે. જવાબદારો સામે ફોજદારી પગલા લેવા CMને રજૂઆત કરી છે.મહત્વનું છે કે,  વાઘજી બોડાએ નિવેદન આપતા કહ્યું હતું કે, કૃષિમંત્રી નાફેડ સામે આક્ષેપ કરે છે પરંતુ તેમની સાથે અભ્યાસ નથી. નાફેડને માત્ર મગફળી ખરીદવાનુ કામ સોંપવામાં આવ્યુ હતું. સરકાર દ્વારા આ મામલે તપાસ કરાવવી જોઈએ. સરકારે નાફેડ પર પણ કેસ કરવો જોઇએ. ત્યારબાદ તેમણે આજે વાઘજી બોડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ વાઘજી બોડાએ જણાવ્યુ છે કે, મગફળી કાંડ મુદ્દે ઉતાવળમાં નિવેદન આપ્યુ હતુ. નાફેડની જવાબદારી મોટી હોવાનુ જણાવી રાજીનામું આપ્યુ છે. Recent Story

Popular Story