બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Jitu vaghani questions Rahul Gandhi on Salaman Khurshid's controversial book Sunrise over Ayodhya

આમને સામને / VIDEO: જીતુ વાઘાણીના પ્રહાર, 'રાહુલ ગાંધી માટે ખુર્શીદની બુક બાઇબલ હશે અમારા માટે તો....'

Vishnu

Last Updated: 07:21 PM, 12 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખુર્શીદની બુકમાં હિન્દુત્વની તુલના આતંકી સંગઠનો સાથે કરવામાં આવી, રાહુલ ગાંધીએ ભાજપ-RSS પર પ્રહાર  કર્યો તો ભાજપે કોંગ્રેસને હિન્દુ વિરોધી કહી

  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનનો મામલો
  • શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા
  • રાહુલ ગાંધી માટે ખુર્શીદની બુક બાઇબલ હશે : વાઘાણી

કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદની બુકમાં હિન્દુત્વની તુલના આતંકી સંગઠન ISIS અને બોકો હરામ સાથે કરવામાં આવી છે. જેને લઈને ભાજપ સહિત હિંદુવાદી સંગઠનો આ પુસ્તકનો વિરોધ કરી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે ખુર્શીદે હિન્દુત્વનું અપમાન કર્યું છે. જેના કારણે ભારતની આસ્થાને નુકશાન થયું છે. ત્યારે ગુજરાતના શિક્ષણ મંત્રી અને રાજય સરકારના પ્રવકતા જીતુ વાઘાણીએ  સલમાન ખુર્શીદના બુકને લઈ રાહુલ ગાંધીના નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે.

અમારા માટે તો રામાયણ જ મહાગ્રંથ: જીતુ વાઘાણી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ-RSS પર પ્રહાર કરતા કહ્યું- હિન્દુ ધર્મ અને હિન્દુત્વમાં ફરક છે. આ નિવેદન આપી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલગાંધીએ  વિવાદ છંછેડ્યો છે. એક બાદ એક ભાજપના નેતાઓ રાહુલ ગાંધીના હિન્દુત્વ પર મતનો વિરોધ કરી રહ્યા છે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું છે કે રાહુલ ગાંધી માટે ખુર્શીદની બુક બાઇબલ હશે, અમારા માટે તો રામાયણ જ મહાગ્રંથ છે. આ સાથે કોંગ્રેસ પર આરોપ કરતાં કહ્યું કે કોંગ્રેસ વાળા ગમે ત્યારે હિન્દુ વિશે બોલે છે પણ સાંભળી લે હિન્દુત્વ અને હિન્દુ ધર્મ એક જ છે. 

 

કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે હિન્દુત્વ અને હિન્દુ ધર્મ અલગ છે.
કોંગ્રેસ પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીએ આરએસએસ પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે આરએસએસની વિભાજનકારી અને નફરતની વિચારધારા કોંગ્રેસની પ્રેમ અને રાષ્ટ્રવાદી વિચારધારા પર પ્રભુત્વ ધરાવે છે.આપણી વિચારધારા જીવંત હોવા છતાં આપણે તેને નાબૂદ કરી શક્યા નથી. આ સિવાય કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના પુસ્તકના વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ હિન્દુ અને હિન્દુત્વ પર પણ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે 'હિંદુઘર્મ અને હિંદુત્વ બે અલગ-અલગ વસ્તુઓ છે, જો તેઓ એક હોત તો તેમનું નામ પણ એક જ હોત.'

મધ્યપ્રદેશમાં બેન થઈ શકે છે વિવાદિત પુસ્તક
સલમાન ખુર્શીદના પુસ્તકનો વિવાદ હવે દિવસેને દિવસે વધી રહ્યો છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા દ્વારા હવે કહેવામાં આવ્યું છે કે સલમાન ખુર્શીદની બુકને હવે તેમના રાજ્યમાં બૈન કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ દેશને ખંડિત કરવાની વાત કરે છે. જેમા સલમાન ખુર્શીદે પણ તેની બુક સનરાઈઝ ઓવર અયોધ્યામાં તેજ વિચારને આગળ વધાર્યો છે. બુકને બૈન કરવા માટે તેઓ કાયદાના જાણકારોની પણ સલાહ લેશે. મીડિયા સાથે વાતચીત કરતા તેમણ કહ્યું કે સલમાન ખુર્શીદે ઘણી વિવાદીત પુસ્તક છાપી છે. વધુમાં તેમણે કહ્યું કે હિન્દુત્વને ખંડિત કરવાનો તેમજ હિંન્દુને જાતીમાં વહેચવાનો કોઈપણ અવસર આ લોકો નથી છોડતા. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Hindus Jitu Vaghani Salaman Khurshid Sunrise over Ayodhya rahul gandhi જીતુ વાઘાણી રાહુલ ગાંધી સનરાઈઝ ઓવર અયોધ્યા સલમાન ખુર્શીદ હિન્દુ હિન્દુત્વ jitu vaghani
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ