છેતરપીંડી / જીગ્નેશ કવિરાજનું ફેક ફેસબુક આઈડી બનાવી છેતરપીંડી કરનારની સાયબર ક્રાઈમે કરી ધરપકડ

ગાયક કલાકાર જીગ્નેશ કવિરાજનું ફેક ફેસબુક આઈડી બનાવનારની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. ફેક આઈડી બનાવનાર આરોપી પ્રકાશ વ્યાસની પોલીસે ધરપકડ કરી છે. આરોપી પ્રકાશ છેલ્લા ઘણા સમયથી મહિલાઓ સાથે સંપર્ક કરીને દાગીના પડાવતો હતો. કવિરાજના નામે જન્મદિવસની ગીફ્ટ માગીને દાગીના પડાવતો હોવાનું સામે આવ્યુ છે. આરોપીએ અગાઉ કવિરાજ સાથે અનેક કાર્યક્રમ કર્યા છે અને હવે ફેસબુકમાં કવિરાજના નામે ફેક આઈડી બનાવ્યુ હતુ. આ આઈડીથી આરોપી મહિલાઓને મેસેજ કરતો હતો. જેની જાણ થતા કવિરાજે સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ