વાયરલ /
VIDEO: બબીતાજી અને જેઠાલાલ વચ્ચે મુલાકાત, લોકોએ કહ્યું શું જેઠાજી અહિયાં પણ ફ્લર્ટ કરવાનું?
Team VTV11:52 AM, 07 Mar 22
| Updated: 11:57 AM, 07 Mar 22
ITA એવોર્ડ્સમાં જેઠાલાલ તથા બબીતાજી સાથે જોવા મળ્યા. તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જુઓ વીડિયો
જેઠા-બબીતાની જોડી
એવોર્ડ શોમાં સાથે જોવા મળ્યા જેઠા-બબીતા
યૂઝર્સની મજેદાર કોમેન્ટ્સ
જેઠા-બબીતાની જોડી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો નાં બે કેરેક્ટર્સ સૌથી મશહૂર છે. એક છે જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી તથા બીજી છે બબીતા જી ઉર્ફ મુનમુન દત્તા. બબીતાજી માટે જેઠાલાલનો પ્રેમ જગ જાહેર છે. બબીતાજી જ્યાં ક્યાંયપણ હોય, જેઠાલાલ આસપાસ જોવા મળે જ. આ રીલ લાઈફવાળો કિસ્સો હાલમાં જ ITA અવોર્ડ શોમાં પણ જોવા મળ્યો.
એવોર્ડ શોમાં સાથે જોવા મળ્યા જેઠા-બબીતા
ઇવેંટમાં પહોંચ્યા બાદ દિલીપ જોશી પોઝ આપી રહ્યા હતા. ત્યારે જ મુનમુન દત્તા તેમને જોઇને પાસે આવે છે. બંને હાથ મિલાવે છે તથા પછી સાથે પોઝ આપે છે. ટીવીમાં જેઠાલાલ-બબીતાજીની આ જોડીને જોઈને ભીડ પણ તેમનું નામ લેતા લેતા શોર મચાવવા લાગે છે. હવે ટીવીના ક્યૂટ કપલને હકીકતમાં સાથે જોવાનો મોકો કોણ ચુકી શકે છે.
યૂઝર્સ આ વીડિયો પર મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. અસલમાં, પોઝ આપતા આપતા દિલીપ જોશીનું રિએક્શન જોઇને લાગે છે કે તેમને મુનમુન દત્તાનાં નજીક હોવાથી કોઈ ફરક પડતો નથી. જોકે આ જ સત્ય છે.
યૂઝર્સની મજેદાર કોમેન્ટ્સ
એક યૂઝર લખે છે કે- જેઠાજી અહી પણ ફલર્ટ. તો બીજાએ લખ્યું છે કે - અરે શું વાત છે. એક લખે છે કે - જેઠા ભાઈ સખ્ત લોન્ડા લાગી રહ્યા છે. તો બીજો લખે છે - રીલ લાઈફમાં એવો સંબંધ છે તેમનો કે રિયલ લાઈફમાં બંને ઓક્વર્ડ થઇ રહ્યા છે. એકે લખ્યું કે - બિચારો જેઠાલાલ. લોકોને બંનેને સાથે જોઇને મજા તો આવી પણ તેમની વચ્ચે કોઈ ફલર્ટ ન હતું.
એવોર્ડ શોમાં ઘણા સ્ટાર્સ હાજર રહ્યા. રાખી સાવંત, આલિયા ભટ્ટ, રણવીર સિંહ, નિયા શર્મા, મીકા સિંહ સમેત ટીવી જગતમાં લોકપ્રિય ચહેરાઓએ ઇવેંટમાં ચાર ચાંદ લાગવ્યા.