બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / jet airways is ready to fly again nclt approves resolution plan

બિઝનેસ વર્લ્ડ / વર્ષોથી બંધ આ એરલાઈન્સ ફરી ઉડાન ભરવા માટે તૈયાર, રિઝોલ્યૂશન પ્લાનને એનસીએલટીની મંજૂરી

Dharmishtha

Last Updated: 07:08 AM, 23 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંક્ટમાં ફસાયેલી દેશની સૌથી જૂની એરલાઈન્સ જેટ એરવેઝ એક વાર ફરી ઉડાન ભરવા માટે તૈયાર છે.

  • એરવેઝના રિઝોલ્યૂશન પ્લાનને કેટલીક  શરતો સાથે મંજૂરી આપી
  •  90 દિવસની અંદર સંબંધિત એજન્સીઓને જરુરી મંજૂરી લેવાનું કહ્યુ
  • આ બન્નેની પાસે એરલાઈન્સ સંચાલનનો કોઈ અનુભાવ નથી

 90 દિવસની અંદર સંબંધિત એજન્સીઓને જરુરી મંજૂરી લેવાનું કહ્યુ

નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (National Company Law Tribunal)ની મુંબઈ બેન્ચે જેટ એરવેઝ માટે કાલરોક કેપિટલ (Kalrock Capital) અને મુરારી લાલ જાલાનના રિઝોલ્યૂશન પ્લાનને કેટલીક  શરતો સાથે મંજૂરી આપી છે. કાલરોક કેપિટલ(Kalrock Capital) અને મુરારી લાલ જાલાનને જેટ એરવેઝ માટે સફળ બોલી લગાવી હતી. તેમણે 90 દિવસની અંદર સંબંધિત એજન્સીઓને જરુરી મંજૂરી લેવાનું કહ્યુ છે.

આ બન્નેની પાસે એરલાઈન્સ સંચાલનનો કોઈ અનુભાવ નથી

કાલરોક કેપિટલ અને મુરારી લાલ જાલાનની બોલીને કમિટી ઓફ ક્રેડિટર્સે ગત વર્ષ ઓક્ટોબરમાં મંજૂરી આપી દીધી હતી. આ બન્નેની પાસે એરલાઈન્સ સંચાલનનો કોઈ અનુભાવ નથી.  Kalrock Capital બ્રિટનની એસેટ મેનેજમેન્ટ કંપની છે.  જ્યારે મુરારી લાલ જાલાન યુએઈના ઉદ્યોગપતિ છે. રિઝોલ્યૂશન પ્લાનના જણાવ્યાનુંસાર સફળ બોલીકર્તાએ જેટ એરવેઝનાી રિવાઈવલ માટે 13, 75 કરોડ રુપિયા કેશ રોકાણ કરવાનો પ્રસ્વાવ મુક્યો છે.  જેમાં કહેવામાં આવ્યું છે કે એનસીએલટીની મંજૂરી મળ્યા બાદ 6 મહિનાની અંદર 30 એરક્રાફ્ટ્સની સાથે એરલાઈન્સની ફરી કામ શરુ કરી દેશે.

અનેક વર્ષોથી બંધ

નરેશ ગોયલ 25 વર્ષ પહેલા જેટ એરવેઝની સ્થાપના કરી હતી. ભારે નુકસાન અને દેવાના કારણે જેટ એરવેઝ એપ્રિલ 2019માં બંધ થઈ ગઈ હતી. તે સમયે કંપનીના પ્રમોટર નરેશ ગોયલે 500 કરોડ રુપિયાની જરુરિયાત હતી. પરંતુ તે ભેગા ન કરી શક્યા. સ્થિતિ એ થઈ કે કંપની કર્મચારીઓની સેલેરી અને અન્ય ખર્ચ પણ ન કાઢી શકી. જેટ એરવેઝ બંધ થયા બાદ આની નજીક 17 હજાર કર્મચારીઓ રસ્તા પર આવી ગયા હતા.  એ બાદ જેટ એરવેઝને લોન આપનારી બેન્કોએ કંસોર્ટિયમે નરેશ ગોયલની કંપનીને બોર્ડથી હટાવી દીધા હતા. કંપનીઓ જૂન 2019માં રિઝોલ્યૂશન પ્રોસેસમાં મોકલવામાં આવ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

fly jet airways resolution plan એર લાઈન્સ જેટ એરવેઝ ફ્લાઈટ Jet Airways
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ