બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Jayrajsinh parmar officially announced on join BJP kamlam gandhinagar

રાજનીતિ / '22એ ભાજપમાં જોડાઇશ', CR પાટીલ સાથે મુલાકાત બાદ જયરાજસિંહની જાહેરાત

Hiren

Last Updated: 06:10 PM, 20 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયરાજસિંહે કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. જયરાજસિંહ પરમારે ટ્વિટ કરીને આ અંગે જણાવ્યું છે.

  • જયરાજસિંહ પરમાર કરશે કેસરિયા
  • 22 ફેબ્રુઆરીએ વિધિવત્ રીતે ભાજપમાં જોડાશે
  • જયરાજસિંહ અને CR પાટીલ વચ્ચે થઇ હતી મુલાકાત

કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. તેઓ 22 ફેબ્રુઆરી સવારે 11 વાગ્યે કમલમ્ ખાતે ભાજપમાં જોડાશે તેવું ટ્વિટ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જયરાજસિંહ પરમાર ભાજપના કેન્દ્રીય મંત્રી, ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેટલાક ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. જયરાજસિંહ પરમાર અને તેમના દીકરાએ CR પાટીલ સાથે મુલાકાત કરી હોવાનો ફોટો પણ જાહેર કરાયો છે.

કુળદેવીના આશીર્વાદ સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છુંઃ જયરાજસિંહ પરમાર

જયરાજસિંહે ટ્વિટ કરીને લખ્યું કે, મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022ને મંગળવારના રોજ સવારે 11 .00 કલાકે કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું..

જયરાજસિંહ અને CR પાટીલ વચ્ચે થઇ હતી મુલાકાત

જયરાજસિંહ 22 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. ત્યારે આ જાહેરાત પહેલા જયરાજસિંહે સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. અઢી કલાક સુધી ચાલેલી મુલાકાતમાં પહેલા સમર્થકો અને બાદમાં જયરાજસિંહ જોડાશે તેવી ચર્ચા થઈ હતી. તો જયરાજસિંહને ભાજપમાં સન્માન મળશે તેવી પણ પાટીલ દ્વારા ખાતરી અપાઈ હતી. પાટીલ દ્વારા ચાંદીનો સિક્કો આપીને જયરાજસિંહનું સ્વાગત્ કરાયું હતું. સૂત્રો પાાસેથી મળતી માહિતી અનુસાર, જયરાજસિંહ પરમારને બોર્ડ નિગમમાં પણ સ્થાન મળી શકે છે.

કોંગ્રેસ દ્વારા તેમનો સતત અનાદર કરવામાં આવ્યો હોવાનું જયરાજસિંહે કારણ આપ્યું છે. તો આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને પોતાની વ્યથા ઠાલવી છે અને કેટલાક આક્ષેપો કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ