બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / અન્ય જિલ્લા / January 25 is National Voter's Day, marking 50 lakh first-time voters

મહામંથન / એક મતનો ફેર, પડી ભાંગી હતી વાજપેયી સરકાર, યુવા મતદાતા મતનું મૂલ્ય કેટલું સમજે છે? તપાસો ઈતિહાસ

Dinesh

Last Updated: 10:52 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: દેશના નાગરિકો પણ ચૂંટણી પ્રક્રિયાનું મહત્વ સમજે અને તેમા સક્રિયપણે ભાગ લે તેવા સારા હેતુથી 2011થી 25 જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે

  • યુવા મતદાતા મતનું મૂલ્ય કેટલું સમજે છે?
  • એક મતનું મૂલ્ય કેટલું, તપાસો ઈતિહાસ
  • 2011થી ઉજવાય છે રાષ્ટ્રીય મતદાતા દિવસ


મારા એક મતથી શું થશે? આવો સવાલ દરેક મતદાતા સામાન્ય સંજોગોમાં કરતો હોય છે. મારા કે તમારા એક મતથી શું થશે તે સવાલનો જવાબ એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ. દેશના નાગરિકો પણ ચૂંટણી પ્રક્રિયાનું મહત્વ સમજે અને તેમા સક્રિયપણે ભાગ લે તેવા સારા હેતુથી 2011થી 25 જાન્યુઆરીનો દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે. ખુદ પ્રધાનમંત્રીએ પણ દેશના 50 લાખથી વધુ નવા મતદારો સાથે મતદાતા દિવસે સાર્થક સંવાદ કર્યો. છેલ્લા કેટલાક વર્ષોમાં સરેરાશ મતદાનમાં વધારો થયો છે. અગાઉ સરેરાશ 50 ટકા જેટલા મતદાનના આંકડા હવે 70 ટકા સુધી પહોંચ્યા છે. આ મહત્વના દિવસે એ ચોક્કસ કહેવાનું મન થાય કે જે લોકો એવો સવાલ કરે છે કે એક મતનું મૂલ્ય શું તો તેઓને કદાચ બહુ દૂરના ઈતિહાસમાં જવાની જરૂર નથી કારણ કે એક મતના તફાવતથી અટલજીની તત્કાલિન સરકાર વિપક્ષમાં બેસવા મજબૂર બની હતી, એક મતના તફાવતથી દેશના લોખંડી પુરૂષ સરદાર પટેલ અમદાવાદ મહાપાલિકાની ચૂંટણી હારી ગયા હતા અને દૂરના ઈતિહાસમાં જઈએ તો એક મતના તફાવતને લીધે જ હિટલર નાઝી પક્ષનો પ્રમુખ બન્યો હતો. નવા મતદાતાને એક મતનું મૂલ્ય સમજાવવા કદાચ આટલા ઉદાહરણો પૂરતા છે ત્યારે 2024ની ચૂંટણી પહેલા નવો મતદાતા પોતાના મતદાતાનું મૂલ્ય કેટલું સમજે છે, નવો મતદાતા કેટલો જાગૃત છે, અને તેના મત આપવાના માપદંડ વધુ સમજણપૂર્વકના અને બૌદ્ધિક બન્યા છે.

રાષ્ટ્રીય મતદાતા દિવસ
આજે 25 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. પહેલીવાર મતદાતા બનેલા લોકોની સંખ્યા 50 લાખ જેટલી છે. દેશભરમાંથી અનેક નવા મતદાતા મતદારયાદીમાં નોંધાયા છે. માત્ર ગુજરાતમાં જ 22 લાખ જેટલા નવા મતદાર નોંધાયા છે. જો કે, દેશમાં યુવા મતદારોની સંખ્યા વધતી જાય છે. સવાલ એ છે કે નવો મતદાતા કેટલો જાગૃત છે? અને યુવા મતદાતા પોતાના મતનું મૂલ્ય સમજે છે કે કેમ? એક મતના મૂલ્યથી હાર-જીત નક્કી થાય છે તે મતદાતાની સ્પષ્ટ સમજણ હોવી જરૂરી છે. 

રાષ્ટ્રીય મતદાતા દિવસ કેમ ઉજવાય છે?
નાગરિકોને ચૂંટણી વ્યવસ્થાથી માહિતગાર કરવા તેમજ ચૂંટણી પ્રક્રિયામાં નાગરિકોને ભાગ લેવા પ્રોત્સાહન આપવું

પ્રધાનમંત્રીએ નવા મતદાતાને શું કહ્યું?
તેમણે કહ્યું હતું કે, દેશના વિકાસ માટે મતદાન કરો અને તમારો એક મત દેશની દિશા નક્કી કરશે. ઝડપી વિકાસકાર્યોને તમારા એક મતથી ગતિ મળશે અને તમારો એક મત ડિજિટલ ક્રાંતિને નવી ઊર્જા આપશે. તમારો મત ભારતને સ્વબળે અંતરિક્ષમાં પહોંચાડશે તેમજ સરકાર સ્થિર હોય તો મહત્વના નિર્ણય લઈ શકાય છે. દાયકાઓથી વણઉકેલાયેલી સમસ્યાઓનું સમાધાન મળે છે. પૂર્ણ બહુમતિની સરકાર હોવાથી 370ની કલમ દૂર કરી શક્યા અને તમારો મત પરિવારવાદી પાર્ટીઓને સત્તાથી દૂર કરી શકે છે

રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારથી ઉજવાય છે?
2011થી રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાય છે અને તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે શરૂઆત કરાવી હતી

વાંચવા જેવું: શું ભાજપનું 400 પારનું લક્ષ્ય કોંગ્રેસ જ કરશે પૂર્ણ કોંગ્રેસના હજુ કયા મોટા નેતાઓ પક્ષ છોડવાની છે વેતરણમાં?

એક મતનું મૂલ્ય, તપાસો ઈતિહાસ
એક મતના માર્જિનથી હિટલર નાઝી પક્ષનો પ્રમુખ બન્યો
એક મતના તફાવતથી અટલજીની તત્કાલિન સરકાર પડી ભાંગી
એક મતના તફાવતથી સરદાર પટેલ કોર્પોરેશનની ચૂંટણી હારી ગયા
 

સંકળાયેલા મુદ્દાઓ

Mahamanthan National Voter Day Vtv Exclusive મતદાતનું મહત્વ મહામંથન રાષ્ટ્રીય મતદાતા દિવસ Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ