બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Politics / "It takes you so many years to make a deal ..." the CAG slammed the government
Nirav
Last Updated: 05:16 PM, 24 September 2020
ADVERTISEMENT
નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ( CAG ) એ સરકારના રક્ષા વિભાગ ને ખરીખોટી સંભળાવી દીધી હતી. MI 17 હેલિકોપ્ટર ના અપગ્રેડેશન પ્રોગ્રામમાં વધુ પડતો સમય લેવા માટે વાયુસેના ની પણ આકરી આલોચના કરતાં CAG જણાવ્યું હતું કે તેનાથી વાયુસેના IAF ની અભિયાનગત તૈયારીઓ પર વિપરીત અસર પડે છે.
ADVERTISEMENT
વાસ્તવિક કરતા ઓછી ક્ષમતા સાથે ઉડી રહ્યાં છે હેલિકોપ્ટરો
હાલમાં આ હેલિકોપ્ટર ની બેચ જે ક્ષમતા સાથે ઊડી રહી છે, તેનાથી વાયુસેનાની તૈયારીઓ જોખમાય છે. સંસદમાં મૂકવામાં આવેલી રિપોર્ટમાં CAG એ કહ્યું હતું કે આ હેલિકોપ્ટરો માટે 2002 માં નિર્ણય લીધા આ પ્રસ્તાવિત અપગ્રેડેશન કાર્યક્રમ 18 વર્ષો બાદ તેના આખરી અંજામ સુધી પહોંચી શક્યો છે.
વાયુસેનાની ક્ષમતા પર પડે છે ગંભીર અસર : CAG
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વધુ પડતાં લાગેલ સમયના લીધે હાલમાં MI 17 હેલિકોપ્ટરો તેની સીમિત ક્ષમતા સાથે ઊડી રહ્યા છે, જેના લીધે વાયુસેના IAF ની તૈયારીઓ પર ગંભીર અસર પડી શકે છે. CAG એ કહ્યું હતું કે " ખરાબ યોજના અને વિભિન્ન સ્ટેજ પર નિર્ણય ન કરી શકવાની અક્ષમતા ને લીધે ડિફેન્સ મિનિસ્ટ્રી ને 90 MI 17 હેલિકોપ્ટરો માટે એક ઇઝરાયેલી કંપની સાથે અપગ્રેડેશન સોદો કરતા 15 વર્ષો લાગી ગયા "
અપગ્રેડેશન પછી પણ માત્ર અઢી વર્ષ જેટલા જ કામ લાગશે હેલીકોપ્ટર
CAG એ કહ્યું હતું કે આ પ્રોગ્રામ જુલાઇ 2018 માં શરૂ થયો હતો, જ્યારે કે 2024 સુધીમાં તેના પૂર્ણ થવાની અપેક્ષા છે. ઓડિટ રિપોર્ટ માં કહેવામાં આવ્યું છે કે આધુનિકીકરણ બાદ પણ હવે આમાંથી 56 જેટલા હેલિકોપ્ટર્સ માત્ર અઢી વર્ષ સુધી જ ઓપરેટ કરી શકવાને લાયક રહેશે.
CAG એ પાંચ UAV રોટેક્સ એંજિનની આપૂર્તિ માટે વધી ગયેલી નવી કિમત એટલે કે 87.45 લાખ રૂપિયા પ્રતિ એન્જિન માં માર્ચ 2010 માં પણ ઇઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ IAI સાથે સોદો કરવા મુદ્દે ભારતીય વાયુસેના IAF ની આલોચના કરી છે. CAG એ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં આ એન્જીનની કિમતો 21 થી 25 લાખ રૂપિયાની વચ્ચે હતી જયારે કે વાયુસેના એ તેનાથી ક્યાંય વધુ કિંત માં સોદો કર્યો, જયારે કે સામે પક્ષે વેન્ડરે ઓથોરાઈઝ્ડ એન્જીન આપવાની જગ્યાએ બીજા એન્જીન પધરાવી દીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.