બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / irrfan khan death politician reactions narendra modi amit shah rahul gandhi arvind kejriwal

શ્રદ્ધાંજલિ / ફિલ્મ અભિનેતા ઇરફાન ખાનના નિધન પર PM મોદી-રાહુલ ગાંધી સહિત નેતાઓએ આ રીતે આપી શ્રદ્ધાંજલિ

Published By: Mehul

Last Updated: 06:46 PM, 29 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ અભિનેતા ઇરફાન ખાન લગભગ બે વર્ષ સુધી બીમારીથી લડ્યા બાદ બુધવારે દુનિયાને અલવિદા કહી ગયા. મુંબઇની એક હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા. ઇરફાન ખાન (Irrfan Khan) ના નિધન પર બોલીવુડમાં શોકનો માહોલ છે. જ્યારે દેશના નેતાઓએ પણ તેઓને યાદ કર્યા છે. પીએમ મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત મોટા નેતાઓએ ઇરફાન ખાનના યોગદાનને યાદ કર્યું.

  • ઇરફાન ખાનના નિધન પર બોલીવુડમાં શોકનો માહોલ 
  • દેશના દિગ્ગજ નેતાઓએ ઇરફાન ખાનના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું

પીએમ મોદીએ પણ ઇરફાન ખાનના નિધન પર ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું. પીએમ મોદીએ લખ્યું કે ઇરફાન ખાનના નિધનથી સિનેમા જગત અને થિયેટર જગતને મોટી ખોટ પડી છે. અલગ-અલગ માધ્યમોમાં તેમના શાનદાર કામ માટે તેઓને યાદ કરવામાં આવશે. તેમના પરિવાર, મિત્ર અને ચાહકોને તેઓ સાત્વના આપે છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. 

 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ઇરફાન ખાનના નિધન પર ટ્વિટ કર્યું. તેઓએ લખ્યું, વિખ્યાત અભિનેતા ઇરફાન ખાનના અકાળે નિધનથી ખુબજ દુ:ખ થયું. તેઓ દુર્લભ પ્રતિભા-સમ્પન્ન કલાકાર હતા, તેમની વિવિધ ભૂમિકાઓની છાપ હંમેશા આપણા દિલોમાં અંકિત રહેશે. તેમનું નિધન સિને જગત અને અગણિત પ્રશંસકો માટે ન ભરી શકાય તેવી ખોટ છે. 

 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ઇરફાન ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો. અમિત શાહે લખ્યું કે ઇરફાન ખાનના નિધનના સમાચારથી ઘણું દુ:ખ પહોંચ્યું. તેઓ એક શાનદાર અભિનેતા હતા. જેમની અદાકારીએ દુનિયાભરમાં તેમને નામના અપાવી. તેઓ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક મહત્વપૂર્ણ ભાગ હતા. તેમના નિધન સાથે દેશે એક શાનદાર અભિનેતા ગુમાવ્યા છે. 

 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઇરફાન ખાનના નિધન પર ટ્વિટ કર્યું. તેઓએ લખ્યું, ઇરફાન ખાનના નિધનના સમાચાર સાંભળી ઘણું દુ:ખ થયું. તેઓ એક શાનાદર અભિનેતા હતા. જે વૈશ્વિક સ્તર પર ભારતના બ્રાન્ડ એમ્બેસેડર હતા. તેઓને હંમેશા યાદ કરવામાં આવશે. 

 

રાહુલ ગાંધી ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ઇરફાનને શ્રદ્ધાંજલિ આપી. અરવિંદ કેજરીવાલે લખ્યું, ઇરફાન ખાનના નિધનના સમાચાર સાંભળીને હેરાન છું. તેઓ અમારા સમયના સૌથી શાનદાર અભિનેતાઓમાંથી એક હતા. ભગવાન તેઓની આત્માને શાંતિ આપે અને તેમના કામને હંમેશા યાદ રાખવામાં આવશે. 

બીએસપીના પ્રમુખ માયાવતીએ ઇરફાન ખાનના નિધન પર લખ્યું, બોલીવુડ અને હોલીવુડમાં પણ પોતાની છાપ છોડનાર સદાબહાર અભિનેતા ઇરફાન ખાનનું માત્ર 54 વર્ષની ઉંમરમાં જ આજે નિધન થવાના સમાચાર અતિ દુ:ખદ  છે. પોતાના અભિનયથી દરેક વર્ગના દર્શકોને પ્રભાવિત કરનારા ઇરફાનના પરિવાર અને દેશ-દુનિયામાં તેમના ફેન્સને ભગવાન આ દુ:ખને સહન કરવાની શક્તિ પ્રદાન કરે. 

 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ ઇરફાન ખાનના નિધન પર લખ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આજે એક મહેનતી અને શાનદાર અભિનેતાને ગુમાવી દીધા છે. ઇરફાને સત્યનો સ્વીકાર કર્યો અને મુશ્કેલીઓનો સામનો કર્યો. 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતએ ટ્વીટ કરી લખ્યું કે દેશના સૌથી શાનદાર અભિનેતાઓમાંથી એક ઇરફાન ખાનના નિધનના સમાચાર દુ:ખ આપનારા છે. ભગવાન તેમના પરિવારને શક્તિ આપે. 

નોંધનીય છે કે 54 વર્ષના ઇરફાન ખાન લાંબા સમયથી બીમાર હતા. તેઓને 2018માં કેન્સર થયું હતું. ગત દિવસોએ તેમની તબિયત અચાનક બગડી હતી જે બાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Irrfan Khan Narendra Modi National News amit shah tribute

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ