ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ઇરફાન ખાન કૉલેજ પૂરી કર્યા પછી જયપુરના થિયેટરની સાથે જોડાયા હતા, આ સમયે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાથી પાસ આઉટ કરીને રવિ ચતુર્વેદી જયપુર આવ્યા હતા. રવિ ચતુર્વેદીએ જયપુરમાં એક હોશિયાર છોકરાઓની ટીમ બનાવી હતી જેમાં ઇરફાન ખાન પણ શામેલ હતા. ઇરફાન જીવનભર રવિ ચતુર્વેદીને પોતાના ગુરુ માનતા હતા. થિયેટરથી તેઓ એકબીજાને જાણતા અને બંને એકબીજાને પરિવાર માનતા હતા.
ADVERTISEMENT
NSD માં એડમિશનના 15 દિવસ પહેલા જ ઇરફાનના પિતાનું થયુ મૃત્યુ
ADVERTISEMENT
રવિ ચતુર્વેદી જણાવે છે કે, ઇરફાન ખાન ખૂબજ મહેનતી હતા. રાત દિવસ થિયેટરમાં કામ કરતા અને જે રીતે તેઓ હાર્ડ ટાસ્ટના માસ્ટર હતા તે તમામ પરીક્ષા પાર કરી લેતા. નેશનલ સ્કૂલ ડ્રામામાં ઇરફાન ખાનની પસંદગી થઇ, પરંતુ 15 દિવસ પહેલા જ તેમના પિતાનુ નિધન થયું. જ્યારે આ સૂચના લઇને ઇરફાનના ઘરે ગયો ત્યારે તે સફેદ કૂર્તા પાયજામામાં પિતાની ટાયરની દુકાન પર હતા.
ADVERTISEMENT
રવિ ચતુર્વેદીએ આગળ ઇરફાનને કહ્યુ કે, આ સારી તક છે, ચૂકવી ના દેવી જોઇએ. ઇરફાનની જિંદગી અભાવની જિંદગી હતી, તે સાઇકલ પર થિયેટર આવતા હતા અને તે પણ શેરિંગ સાઇકલ પર આવતા હતા.
ADVERTISEMENT
કહેવાય છે કે, ઇરફાનને મુંબઇમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, આ પછી રવિ ચતુર્વેદીએ પણ ઇપ્ટાથી જોડાઇને મુંબઇ ચાલ્યા ગયા હતા. જ્યાં ઇરફાને તેમણી પાસેથઈ મદદ માગી. જોકે તેમણે ઇરફાનને કહ્યુ કે, તમારી કોઇ મદદ નહી કરું, તારી જગ્યા તારે બનાવી પડશે. જોકે ગોવિંદ નિહલાણી જેવા કેટલાક ડિરેક્ટર્સ પાસે મેં મોકલ્યા હતા જ્યાંથી તેમની જિંદગીની શરૂઆત થઇ.
રાજસ્થાન સરકાર પાસેથી ના મળ્યુ કોઇ સન્માન
ADVERTISEMENT
રવિ ચતુર્વેદી, ઇરફાન ખાનને તેમની દરેક ફિલ્મ રિલીઝ પછી વાત કરતા હતા. રવિએ જણાવ્યુ કે, ''હું ક્યારેય પણ તેમનાથી સંતુષ્ટ ના હતા. હું હમેશા કહેતો કે કંઇક અલગ કર. પાન સિંહ તોમરની રિલીઝ સમયે ઇરફાનનો ફોન આવ્યો અને કહ્યુ કે, ફિલ્મ જોઇને જણાવજો કેવી છે. તે સમયે ફિલ્મ જોયા પછી મેં ફોન કર્યો અને કહ્યુ કે, આ ફિલ્મ માટે તને નેશનલ એવોર્ડ ના મળે તો સમજી જજે કે જ્યૂરીમાં કોઇ ખોટ છે, જોકે એવોર્ડ મળ્યો. જ્યારે તે સલ્મડોગ મિલિયોનર કરી રહ્યા હતા ત્યારે મને લૉસ એન્જિલ્સથી ફોન કરતો હતો, તે સમયે હું બિમાર હતા, ત્યારે તે મને શૂટિંગની વાત કરતો.''
ADVERTISEMENT
રવિ ચતુર્વેદી આગળ કહે છે કે, ઇરફાનની સાથે મારો સંબંધ પરિવાર જેવો હતો. તેની બહેનનો સંબંધ મારી બહેન સાથે હતો, મારી માતા અને તેની માતા મિત્ર હતા, અમે બંને એક પરિવારની જેમ હતા. ઇરફાનના અચાનકથી જવાથી અમારા ઘણા સપના અધુરા રહી ગયા. ઇરફાન મોટો સ્ટાર થઇને પણ બદલાયો ન હતો, તેનામાં પહેલા જેવી જ માનવતા હતા. જ્યારે હું મારા બાળકોને તેમની સાથે મળાવતો ત્યારે તે કહેતો કે તમે તો મારા ગુરુ ભાઇ છો. હું અમે ઇરફાન યોજના બનાવી રહ્યા હતા કે જયપુરમાં અમે બાળકોની એક્ટિંગ માટે કંઇક કરીશું.
જોકે રવિ ચતુર્વેદીએ જણાવ્યુ કે, ''ઇરફાનને એક વાતનો અફસોસ રહેશે કે તેણે તમામ પ્રકારના એવોર્ડ મળ્યા પરંતુ આજ સુધી રાજસ્થાનમાં તેણે કોઇ પ્રકારનો એવોર્ડ નથી મળ્યો, ત્યાં સુધી કે નાટક એકેડમી એવોર્ડ માટે રાજસ્થાન સરકારે ક્યારે પણ તેનું નામ મોકલ્યુ ન હતુ. મને આશા છે કે તેના નિધન પછી રાજસ્થાન સરકાર વિચારે કે ઇરફાન જયપુરનો જ હતો અને તેના નામ પર કંઇક કરે.''
સંકળાયેલા મુદ્દાઓ