બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / ipo for nykaa and fino payments bank being launched today subscribe and earn money this diwali
Mayur
Last Updated: 11:37 AM, 28 October 2021
આજે બ્યુટી અને ફેશન રિટેલર કંપની નાયકાનાં IPO લોન્ચ થઈ રહ્યા છે. 1 નવેમ્બર સુધી આ આઇપીઓમાં સબ્સ્ક્રાઇકબ કરી શકશો. આજથી ખૂલી રહેલા આઇપીઓ ઝૉમેટો અને સોના કોમસ્ટાર બાદ ત્રીજા સૌથી મોટા આઇપીઓ છે. આ આઇપીઓમાં 630 કરોડનાં ફ્રેશ ઇક્વિટી શેર રીલીઝ કરવામાં આવશે જ્યારે પ્રમોટર્સ અને શેરહોલ્ડર્સનાં 4,723 કરોડ રૂપિયાની કિંમતના 4.311 કરોડ શેરનાં વેચાણ કરશે.
ADVERTISEMENT
સૌંદર્ય અને ફેશન રિટેલર નાયકાની મૂળ કંપની FSN ઈ-કોમર્સ વેન્ચર્સનો રૂ. 5,352 કરોડનો IPO આજે એટલે કે 28 ઓક્ટોબરનાં દિવસે ખુલી રહ્યો છે.
ADVERTISEMENT
BSE અને NSE પર લિસ્ટ થઈ શકે છે
નાયકાની ઇશ્યૂ પ્રાઈઝ 1085-1125 રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ ગ્રે માર્કેટમાં તેના શેરનાં પ્રીમિયમ 670 રૂપિયે ચાલી રહ્યા છે. જે પોતાના હાયર પ્રાઇઝ બેન્ડથી 60% વધારે છે. મંગળવારે ગ્રે માર્કેટમાં નાયકાનાં અનલિસ્ટેડ શેર 1795 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. કંપનીનાં વેલ્યુએશન એટલે કે કિંમત 7.11 અબજ ડોલર એટલે કે 53,200 કરોડ રૂપિયા છે. નાયકાનાં શેર 11 નવેમ્બરે BSE અને NSE પર લિસ્ટ થઈ શકે છે તેવી સંભાવના છે.
રિટેલ ઈન્વેસ્ટર્સ માટે માત્ર 10%
કુલ IPOમાંથી 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs), 10 ટકા રિટેલ ઈન્વેસ્ટર્સ માટે અને બાકીના 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે રિઝર્વ્ડ રહેશે.
કંપનીના લોંચ થઈ રહેલા આઇપીઓમાં રૂ. 630 કરોડ સુધીના ઇક્વિટી શેરનો તાજો ઇશ્યૂ અને વેચાણ કરતા શેરધારકો દ્વારા ઓફર કરવામાં આવતા 4,19,72,660 ઇક્વિટી શેરના ઓફર ફોર સેલ અથવા- OFS નો સમાવેશ થાય છે.
કામની માહિતી
ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ફાલ્ગુની નાયર દ્વારા 2012 માં સ્થપાયેલ, 31 ઓગસ્ટ, 2021 સુધીમાં, Nykaa પાસે તેમની તમામ મોબાઇલ એપ્લિકેશનો પર 55.8 મિલિયનના ડાઉનલોડ્સ હતા. Nykaaએ FY21માં ₹61.9 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જેની સરખામણીએ FY20માં ₹16.3 કરોડની ખોટ થઈ હતી. Nykaaએ 2014 માં તેમનો પ્રથમ ફિઝિકલ સ્ટોર ખોલ્યો હતો અને 31 ઓગસ્ટ, 2021 સુધીમાં 40 શહેરોમાં 80 આવા સ્ટોર્સ ધરાવે છે.
ફીનો પેમેન્ટ્સ બેન્ક
આ સિવાય ફીનો પેમેન્ટ્સ બેન્કના પણ IPO લોન્ચ થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.