બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL media rights sold for Rs 48,390 crore for a five-year period, announces BCCI Secretary Jay Shah

ક્રિકેટ / BIG NEWS : ત્રણ મોટી કંપનીઓએ 48,390 કરોડમાં ખરીદ્યાં IPLના મીડિયા રાઈટ્સ, જય શાહે કરી જાહેરાત

Hiralal

Last Updated: 07:11 PM, 14 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ત્રણ કંપનીઓએ પાંચ વર્ષના સમયગાળા માટે 48,390 કરોડમાં રુપિયામાં IPLના મીડિયા રાઈટ્સ ખરીદ્યાં છે.

  • પાંચ વર્ષ માટે વેચાયા IPLના મીડિયા રાઈટ્સ
  • ત્રણ કંપનીઓએ 48,390 કરોડમાં ખરીદ્યાં 
  • ડિઝની સ્ટાર, વાયકોમ18 અને ટાઈમ્સ ઈન્ટરનેટે ખરીદ્યા રાઈટ્સ 
  • ડિઝની સ્ટારે  23,575 કરોડમાં ખરીદ્યાં ટીવી ટેલિકાસ્ટના રાઈટ્સ
  • વાયકોમ ડિજિટલ 23,758 કરોડમાં ખરીદ્યા ડિજિટલ રાઈટ્સ 

‎ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા હવે આઇપીએલના મીડિયા રાઈટ્સની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ મોટી કંપનીઓએ પાંચ વર્ષ માટે આઇપીએલના રાઈટ્સ રુપિયા 48,390 કરોડમાં ખરીદ્યા છે, જેની જાહેરાત બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે કરી છે. આઈપીએલના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પણ આ વાતની પુષ્ટિ થઈ છે.

ત્રણ કંપનીઓએ ચુકવી મસમોટી રકમ

પાંચ વર્ષના સમયગાળા માટે આઈપીએલના મીડિયા રાઈટ્સ ખરીદવા માટે ત્રણ કંપનીઓ ડિઝની સ્ટાર, વાયકોમ18 અને ટાઈમ્સ ઈન્ટરનેટે 48,390 કરોડ ખર્ચી નાખ્યાં છે જેમાંથી વાયકોમે 23,758 કરોડનો ખર્ચ કર્યો છે. 

ડિઝની સ્ટારે  23,575 કરોડમાં ખરીદ્યાં ટીવી ટેલિકાસ્ટના રાઈટ્સ

ડિઝની સ્ટારે  23,575 કરોડમાં ખરીદ્યાં ટીવી ટેલિકાસ્ટના રાઈટ્સ છે. 

આ ત્રણ કંપનીઓએ ખરીદ્યાં મીડિયા રાઈટ્સ 
સ્ટાર સ્પોર્ટ્સ ઇન્ડિયા, વાયકોમ 18 અને ટાઇમ્સ ઇન્ટરનેટે મીડિયા રાઇટ્સ ખરીદી લીધા છે. બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વિટ કરીને ત્રણેય કંપનીઓને અભિનંદન આપતા કહ્યું કે, "હું ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને યુકેના ડિજિટલ અધિકારો જીતવા બદલ વાયકોમ 18ને અભિનંદન આપું છું. હું ટાઇમ્સ ઇન્ટરનેટને મેના અને યુ.એસ.ના અધિકારો ઉપરાંત અન્ય દેશોના વિશ્વ અધિકારો જીતવા બદલ અભિનંદન આપું છું. આઇપીએલ ભારતની બહાર જેટલી લોકપ્રિય છે તેટલી જ અહીં પણ છે અને પ્રેક્ષકો ટોપ ક્લાસ ક્રિકેટનો આનંદ માણી શકશે. પેકેજ A એટલે કે આઈપીએલના 2023થી 2027 સુધી ભારતીય ઉપમહાદ્વીપના ટીવી રાઈટ્સ સ્ટાર ઈન્ડિયાએ ખરીદ્યા છે. ડિઝની સ્ટારે પેકેજ એ માટે 23,575 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ રીતે આઇપીએલની મેચ માટે સ્ટારને 57.5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.

વાયકોમે 23,758 કરોડમાં ખરીદ્યા ડિજિટલ રાઈટ્સ 
આઇપીએલના આગામી પાંચ વર્ષ માટે ભારતીય ઉપખંડના પેકેજ બી એટલે કે ડિજિટલ સ્ટ્રીમિંગ રાઈટ્સ વાયકોમે રુપિયા 20,500 કરોડમાં ખરીદ્યા છે. વાયકોમ આઈપીએલ મેચના ડિજિટલ પ્રવાહ માટે બીસીસીઆઈને 50 કરોડ રૂપિયા ચૂકવશે.  વાયકોમ અને ટાઇમ્સ ઇન્ટરનેટે પેકેજ ડી એટલે કે આઈપીએલ 2023-27 ના વર્લ્ડ મીડિયા રાઇટ્સ માટે 1,057 કરોડની બોલી લગાવી હતી. આમ, આઇપીએલની મેચ માટે આ કંપનીઓએ 2.6 કરોડ રૂપિયા બીસીસીઆઇને ચૂકવવા પડશે. આમ, આગામી પાંચ વર્ષમાં બીસીસીઆઇને આઇપીએલના મીડિયા રાઈટ્સમાંથી 48,390ની કમાણી થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ