બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 Rishabh Pant defeated twice in a row, gave a shocking statement

IPL 2024 / 'આ હારથી હું નિરાશ છું, પરંતુ...', સતત બે વાર પરાજય થતા રિષભ પંતે કાઢી ભડાશ, આપ્યું ચોંકાવનારું નિવેદન

Megha

Last Updated: 08:24 AM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંતે કહ્યું, 'ઘણી વખત એવું બને છે કે ધીમી શરૂઆત પછી બેટ્સમેન ડેથ ઓવરોમાં ઝડપી રન બનાવવાનો પ્રયાસ કરે છે. આજની મેચમાં પણ એવું જ થયું. નિશ્ચિતરૂપે હું આ હારથી નિરાશ છું..

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં દિલ્હી કેપિટલ્સ માટે શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે. રિષભ પંતની કપ્તાનીમાં ટીમને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીને રાજસ્થાન રોયલ્સ સામે બીજી હાર મળી છે. આ નિરાશાજનક હાર બાદ ટીમના કેપ્ટન પંત ખૂબ જ નિરાશ દેખાતા હતા અને તેમણે કહ્યું કે દિલ્હી કેપિટલ્સ ટીમ મેચમાં ક્યાં ચૂકી ગઈ હતી.

રાજસ્થાન સામેની મેચ બાદ રિષભ પંતે કહ્યું, 'નિશ્ચિતરૂપે હું આ હારથી નિરાશ છું, પરંતુ હવે જે સારી વાત થઈ શકે એ છે કે અમારે આ હારમાંથી શીખવાનું. મેચમાં અમારા બોલરોએ રાજસ્થાનની ટીમને 15-16 ઓવર સુધી બાંધી રાખી હતી, પરંતુ તે પછી અમે તેને કાબૂમાં રાખી શક્યા નહીં.

પંતે કહ્યું, 'ઘણી વખત એવું બને છે કે ધીમી શરૂઆત પછી બેટ્સમેન ડેથ ઓવરોમાં ઝડપી રન બનાવવાનો પ્રયાસ કરે છે. આજની મેચમાં પણ એવું જ થયું. જે રીતે રિયાને છેલ્લી ઓવરોમાં તેની રમત રમી, અમે મેચ પરની અમારી પકડ સંપૂર્ણપણે ગુમાવી દીધી.' આગળ તેણે કહ્યું, 'ટાર્ગેટનો પીછો કરતી વખતે ડેવિડ વોર્નર અને મિશેલ માર્શે અમને સારી શરૂઆત આપી, પરંતુ જે રીતે અમે વચ્ચેની ઓવરોમાં અમારી વિકેટો ગુમાવી તે ખૂબ જ ખરાબ હતી. કારણ કે ત્યાં સુધીમાં ઘણા બધા બાકી હતા. અમારે અમારી મિડલ ઓર્ડર બેટિંગમાં તાકાત બતાવવી પડશે. '

જાણીતું છે કે એનરિક નોરખિયાએ દિલ્હી કેપિટલ્સ માટે ઇનિંગની છેલ્લી ઓવર ફેંકી હતી અને તેણે આ ઓવરમાં 25 રન આપ્યા હતા. નોરખિયાની આ ઓવર પર પંતે કહ્યું, 'અમે ઈચ્છતા હતા કે નોરખિયા અમારા માટે ડેથ ઓવરમાં બોલિંગ કરે, પરંતુ ક્યારેક તમે રન ગુમાવો છો, આશા છે કે અમે આગામી મેચમાં વધુ સારું પ્રદર્શન કરીશું.' 

વધુ વાંચો: SRHથી હાર્યા બાદ સામે આવ્યું પંડ્યાનું રિએક્શન, જણાવ્યું શું હતું મુંબઈની હારનું સૌથી મોટુ કારણ

જણાવી દઈએ કે મેચમાં ટોસ જીત્યા બાદ રિષભ પંતે રાજસ્થાન રોયલ્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. રિયાન પરાગની જોરદાર બેટિંગના કારણે રાજસ્થાનની ટીમે 185 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 173 રન જ બનાવી શકી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ