ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી વાળી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને IPL 2024માં સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સને બુધવારે રમાયેલા હાઈસ્કોરિંગ IPL મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 31 રનોથી મ્હાત આપી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સનરાઈઝર્સ હૈદરાબાદે પહેલા બેટિંગ કર્યા બાદ 3 વિકેટ પર 277 રન બનાવ્યા જે આઈપીએલમાં નવો રેકોર્ડ છે. સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 2013માં પુણે વોરિયર્સની સામે બનાવેલા 5 વિકેટ પર 263 રનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈનું ખરાબ પ્રદર્શન
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પણ મોટો પડકાર આપ્યો છે. પરંતુ સારી શરૂઆત મળ્યા બાદ તેમની ટીમ 5 વિકેટ પર 246 રન જ બનાવી શકી. આ પ્રકારે મેચમાં કુલ 523 રન બન્યા જે આઈપીએલનો એક રેકોર્ડ છે. આટલું જ નહીં આ મેચમાં 38 છગ્ગા લાગ્યા જે ટી20 ક્રિકેટમાં નવો રેકોર્ડ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સનરાઈઝર્સ હૈદરાબાદે મેત હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાએ મોટું નિવેદન આપ્યું છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સે પોતાના કેપ્ટન હાર્દિક પંડ્યાને બનાવ્યા અને હજુ સુધી તેમની કેપ્ટન્સીમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે.
કેપ્ટન હાર્દિક પંડ્યાનું રિએક્શન આવ્યું સામે
મુંબઈ ઈન્ડિયન્સને પહેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે હરાવ્યું હતું. ત્યાં જ હવે મુંબઈ ઈન્ડિયન્સને સનરાઈઝર્સ હૈદરાબાદે પણ મ્હાત આપી દીધી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં 9માં સ્થાન પર છે.
ADVERTISEMENT
હાર્દિક પંડ્યાએ કહ્યું, "હકીકતમાં અમે આ વિચાર્યું ન હતું કે SRHની ટીમ 277 રન બનાવશે. વિકેટ સારી હતી. તમે ગમેતેટલી સારી કે ખરાબ બોલિંગ કરો જો વિપક્ષી ટીમ જોટલો મોટો સ્કોર બનાવો છો તો તેમણે સારી બેટિંગ કરી છે. બોલર સારા હતા. ત્યાં મુશ્કેલ હતું. લગભગ 500 રન બન્યા અને વિકેટ બેટિંગની મદદ કરી રહ્યું હતું. અમે આમ તેમ અમુક વસ્તુઓ કરી શકતા હતા."
ટીમનો કર્યો બચાવ
હાર્દિક પંડ્યાએ કહ્યું, "અમારી પાસે એક યુવા બોલર આક્રમણ છે અને અમે સીખ લઈશું. જો બોલ વારંવાર ક્રાઉડમાં જાય છે તો તમને ઓવર પુરી કરવા માટે સમયની જરૂર પડશે. બધા સારા બેટ્સમેન લાગી રહ્યા હતા અને વસ્તુઓ યોગ્ય કરતા પહેલા આ બધુ ફક્ત સમયની વાત છે."
ADVERTISEMENT
વધુ વાંચો: હાર્દિક પંડ્યા કરી બેઠો આ મોટી ભૂલ, બે મેચમાં ફેલ, દિગ્ગજો બોલ્યાં, 'બરોબર કેપ્ટન નથી'
મુંબઈ ઈન્ડિયસની ટીમે દક્ષિણ આફ્રીકાના 17 વર્ષના યુવા ફાસ્ટ બોલર ક્વેના મફાકાને આ મેચમાં આઈપીએલ ડેબ્યૂનો મોકો આપ્યો. ક્વેના મફાકાએ આ મેચમાં 4 ઓવરની બોલિંગમાં 66 રન આપ્યા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ