બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 mumbai indians owner akash ambani talks with rohit sharma hardik pandya

IPL 2024 / ...તો શું બીજી વાર રોહિત શર્મા બની શકે છે કેપ્ટન? જાણો કંઇ દિશા તરફ જઇ રહ્યો છે આ ઇશારો

Arohi

Last Updated: 09:13 AM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Mumbai Indians: સનરાઈઝર્સ હૈદરાબાદના સામે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના બોલરની ખૂબ જ પિટાઈ થઈ રહી હતી ત્યારે રોહિત શર્માએ હાર્દિક પંડ્યાની મદદ કરતા પ્રેશરનો બોજ પોતાના પર લઈ લીધો અને કેપ્ટન્સીની જવાબદારી સંભાળી.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જ્યારે મુશ્કેલીમાં હતી તો અનુભવી રોહિત શર્માએ જવાબદારી પોતાના હાથોમાં લીધી અને પોતાના હિસાબથી ફિલ્ડ લગાવતા હાર્દિક પંડ્યાને ડીપ ફિલ્ડિંગ કરવાનો આદેશ આપ્યો. હકીકતે સનરાઈઝર્સ હૈદરાબાદે ગઈકાલે રાત્રે આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવતા મુંબઈ ઈન્ડિયન્સની બોલિંગ અટેકના ચિથડા ઉડાવી નાખ્યા. 

હૈદરાબાદે બનાવ્યો ટૂર્નામેન્ટનો સૌથી મોટો સ્કોર
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ પર યોજાયેલી આ મેચમાં પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે પોતાના ત્રણ બેટ્સમેનની તૂફાની ઈનિંગના કારણે ત્રણ વિકેટના નુકસાન પર 277 રન બનાવીને ટૂર્નામેન્ટનો સૌથી મોટો સ્કોર ઉભો કરી લીધો. 

જવાબમાં મુંબઈના બેટ્સમેનોએ પણ ખૂબ સંઘર્ષ કરતા 20 ઓવરમાં પાંચ વિકેટ પર 246 રન બનાવીને આ વિશાળ સ્કોરને પડકારવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો. પરંતુ તે પોતાના લક્ષ્યથી દૂર રહી ગયા અને હૈદરાબાદે 31 રનોથી જીત નોંધાવતા હાલની ટૂર્નામેન્ટમાં પોતાનું ખાતુ ખોલ્યું. 

આકાશ અંબાણીએ રોહિત શર્મા સાથે કરી વાત 
આ શરમજનક હાર બાદ ટીમના માલિક અને દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિઓમાંથી એક મુકેશ અંબાણીના દિકરા આકાશ અંબાણી રોહિત શર્મા સાથે વાતચીત કરતા જોવા મળ્યા. રોહિત શર્માની કેપ્ટન્સીમાં જ મુંબઈ ઈન્ડિયન્સે એક-બે નહીં પરંતુ પાંચ વખત ફાઈનલ જીતી. 

વધુ વાંચો: હાર્દિક પંડ્યા કરી બેઠો આ મોટી ભૂલ, બે મેચમાં ફેલ, દિગ્ગજો બોલ્યાં, 'બરોબર કેપ્ટન નથી'

આ સીઝન પહેલા રોહિત શર્માને અચાનક કેપ્ટન્સીથી હટાવતા હાર્દિક પંડ્યાને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી. જેના બાદથી દુનિયાભરમાં રહેલા મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટ ફેનમાં ભારે નારાજગી છે. અમદાવાદમાં રમાયેલી મેચ બાદ હવે હૈદરાબાદમાં પણ હાર્દિક પંડ્યાને સ્ટેડિયમની અંદર હૂટિંગનો સામનો કરવો પડ્યો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ