બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 LSG Vs MI eliminator marcus stoinis runout video

IPL 2O23 / LSG Vs MI: રન લેતી વખતે પિચ પર અથડાયા હુડ્ડા-સ્ટોઈનિસ, ગુમાવી પડી વિકેટ, અહીંથી જ નક્કી થઈ ગઈ લખનૌઉની હાર

Arohi

Last Updated: 09:22 AM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 LSG Vs MI: IPL 2023ના એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના સામે સ્ટાર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ શાનદાર બેટિંગ કરી રહ્યા હતા. પરંતુ તે રન લેતી વખતે પોતાના સાથી ખેલાડી સાથે ટકાઈને રન આઉટ થઈ ગયા.

  • માર્કસ સ્ટોઈનિસની મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર બેટિંગ 
  • રન લેતી વખતે પિચ પર અથડાયા હુડ્ડા-સ્ટોઈનિસ
  • અહીંથી જ નક્કી થઈ ગઈ લખનૌઉની હાર

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2023ના એલિમિનેટર મેચમાં ક્રુણાલ પંડ્યાની કેપ્ટન્સી વાળી લખનૌઉ સુપર જાયન્ટ્સને 81 રનથી હરાવીને બીજા ક્વોલિફાયર માટે ક્વોલિફાઈ કર્યું છે. મુંબઈએ આ આખી મેચમાં લખનૌઉને ડોમિનેટ કરી. બેટિંગથી લઈને બોલિંગમાં મુંબઈનો જ જલવો રહ્યો. 

જોકે બેટિંગ વખત સ્ટાર ઓલરાઉન્ડર માર્ક્સ સ્ટોઈનિસ લખનૌઉ માટે શાનદાર ઈનિંગ રમતા જોવા મળ્યા. તે સારા લયમાં લાગી રહ્યા હતા. પરંતુ તેમનો અજીબો ગરીબ અંદાજમાં રન આઉટ થવું મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ રહ્યો. ત્યાં જ મુંબઈની જીત આ નોક આઉટ મુકાબલામાં પાક્કી થઈ ગઈ હતી. 

દિપક હુડ્ડા સાથે અથડાતા રન આઉટ થયા સ્ટોઈનિસ 
હકીકતે લખનૌઉ સુપર જાયન્ટ્સની ઈનિંગની 12મી ઓવર મુંબઈ ઈન્ડિયન્સ સામે કેમરૂન ગ્રીન નાખી રહ્યા હતા. ગ્રીનની ઓવરના પાંચમા બોલ પર માર્કસ સ્ટોઈનિસ સ્ટ્રાઈક પર હતા. સ્ટોઈનિસે હલ્કા હાથથી ડીપ મિડ વિકેટ કરી અને શોર્ટ માર્યો અને બે રન ભાગવાનો પ્રયત્ન કર્યો.

પહેલો રન તો સ્ટોઈનિસે ઝડપથી ભાગીને પુરો કરી લીધો. પરંતુ જ્યારે તે બીજા રન માટે ફરી દોડી રહ્યા હતા તો તે ભાગતી વખતે પોતાના સાથે સાથે જ અથડાઈ ગયા. જેના કારણે તે રન આઉટ થઈ ગયા. 

27 બોલમાં 40 રન બનાવી આઉટ થયા સ્ટોઈનિસ 
ટિમ ડેવિડે ડીપ મિડ વિકેટથી વિકેટકીપર એન્ડ પર શાનદાર થ્રો કર્યો અને ઈશાન કિશનના બોલને પકડીને તેને સ્ટંપ્સ પર લગાવવામાં કોઈ ભુલ ન કરી. 

એવામાં સ્ટોઈનિસ 5 ચોગ્ગા અને 1 છગ્ગાના કારણે 27 બોલમાં 40 રન બનાવીને આઉટ થઈ ગયા. સ્ટોઈનિસ જો થોડુ મોડુ હજુ કરીને પિચ પર ટકી રહ્યા હોત તો કદાચ મેચને વધારે નજીક લાવી શકાઈ હોત. 

લખનૌઉના બેટ્સમેનોએ કર્યા નિરાશ 
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા લખનૌઉ સુપર જાયન્ટ્સની સામે 183 રનનો લક્ષ્ય રાખ્યો હતો. મહત્વનું છે કે મોટી મેચમાં એલએસજીની બેટિંગ સંપૂર્ણ રીતે ફ્લોપ થઈ ગઈ.

સ્ટોઈનિસ ઉપરાંત કોઈ અન્ય બેટ્સમેન રન બનાવવામાં સફળ ન થઈ શક્યા. એવામાં ટીમ 101 રનના સ્કોર પર જ ઓલ આઉટ થઈ ગઈ અને 81 રનથી મેચ હારી ગઈ. લખનૌઉ સતત બીજી વખત એલિમિનેટરમાં આવીને બહાર થઈ ગઈ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ