બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / વિશ્વ / indonesia toddler who chain smoked 40 a day is unrecognisable after quitting cigarettes

બાપ રે / દિવસની 40 સિગારેટ ફૂંકી નાંખતો માત્ર 2 વર્ષનો ચેન સ્મોકર ટેણિયો, છોડી તો થયા આવા હાલ

Premal

Last Updated: 02:09 PM, 27 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયાનો માત્ર બે વર્ષનો એક બાળક ચેન સ્મોકર બની ગયો હતો અને દરરોજ 40 સિગરેટ પીતો હતો. આ બાળકનું નામ અર્દી રિઝાલ છે અને તે સુમાત્રાનો રહેવાસી છે. આ બાળકે 7 વર્ષ પહેલાં જ્યારે સિગરેટ પીવાનું છોડી દીધુ ત્યારે તેનો આખો ચહેરો બદલાઈ ગયો હતો.

  • માત્ર બે વર્ષનો એક બાળક ચેન સ્મોકર બન્યો હતો
  • 7 વર્ષ પહેલા સિગરેટ પીવાનું છોડ્યુ ત્યારે આખો ચહેરો બદલાયો હતો
  • સિગરેટ પીવા ના મળે તો તે પોતાનું માથુ દીવાલ પર પછાડતો હતો

સિગરેટ પીવાની કુટેવ છોડ્યા બાદ હવે બાળક ઓળખાતો જ નથી

સિગરેટ પીવાની કુટેવ છોડ્યા બાદ હવે આ બાળક ઓળખાતો જ નથી. આખા વિશ્વમા આ બાળકની ચર્ચા થઇ રહી છે. ચેન સ્મોકિંગના કારણે અર્દીની સ્થિતિ એવી થઇ હતી કે જો તેને સિગરેટ પીવા ના મળે તો તે પોતાનું માથુ દીવાલ પર અથડાવતો હતો. વર્ષ 2010માં સિગરેટ પીતા ધૂમાડો ઉડાવતી તસ્વીર વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની હતી. સિગરેટ છોડવાની કપરી પ્રક્રિયા બાદ પણ અર્દીએ તેને સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ અને હવે તે ફળ અને શાકભાજી ખાય છે. જેને કારણે તેના શરીરમાં ક્રાંતિકારી ફેરફાર આવી ગયો છે. 

સિગરેટ છોડવી મારા માટે ખૂબ મુશ્કેલ હતી: અર્દી

અર્દીએ વર્ષ 2017માં એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ, સિગરેટ છોડવી મારા માટે મુશ્કેલ હતી. જો હું સિગરેટ ના પીવુ તો મારા મોંઢાનો ટેસ્ટ ખરાબ થઇ જાય અને મારું માથુ ફરવા લાગતુ હતુ. હવે સિગરેટ છોડ્યા બાદ તેણે કહ્યું, હવે હું ખુશ છુ અને હું વધારે ઉત્સાહી થઇ ગયો છુ. મારું શરીર હવે સારી ફીલિંગ્સ અનુભવે છે. દુ:ખદ વાત એ હતી કે અર્દીના પોતાના પિતાએ માત્ર 18 મહિનાની ઉંમરે તેને પહેલી વખત સિગરેટ પીવડાવી હતી.

સિગરેટ નહોતી મળતી ત્યારે તે પોતાનું માથુ પછાડતો: અર્દીની માતા

ત્યારબાદ જ્યારે સિગરેટ નહોતી મળતી ત્યારે અર્દી પોતાનુ માથુ પછાડતો હતો. તો અર્દીની માતા ડિયાનેએ સરકારના આઈસીયુ નિષ્ણાંત પાસેથી મદદ માંગી. ડિયાનેએ જણાવ્યું કે જ્યારે અર્દીએ પહેલી વખત સિગરેટ છોડી તો તેણે પોતાનુ માથુ દીવાલ પર મારવાનુ શરૂ કરી દીધુ હતુ. તે પાગલ થઇ ગયો હતો. ત્યારબાદ મારે તેને સિગરેટ આપવી પડતી હતી. જોકે, હવે આવુ નથી. હું તેને સિગરેટ આપતી નથી અને તે સારી રીતે ભોજન જમે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ