બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / વિશ્વ / Indonesia Teacher Gets Life In Jail For Raping 13 Students, Impregnating all

ક્રાઈમ / ટીચર હેવાન બન્યો, 13 છોકરીઓે પર કરી રહ્યો હતો રેપ, ઘણી થઈ પ્રેગનન્ટ, જુઓ કેવો કર્યો કાંડ

Hiralal

Last Updated: 08:29 PM, 15 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડોનેશિયામાં એક ટીચરે છેલ્લા 1 વર્ષમાં 12 છોકરીઓ પર રેપ કરીને તેમને પ્રેગનન્ટ બનાવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

  • ઈન્ડોનેશિયામાં એક ટીચરે 1 વર્ષમાં 12 છોકરીઓ પર કર્યો રેપ
  • હવે તમામ વિદ્યાર્થીઓની નીકળી પ્રેગનન્ટ
  • કોર્ટે આરોપી ટીચરને ફટકારી આજીવન કારાવાસની સજા 

ઈન્ડોનેશિયામાં એક શિક્ષકે હવનિયતની તમામ હદો પાર કરી દીધી છે. અહીં આ ટીચરે ઓછામાં ઓછી 13 વિદ્યાર્થિનીઓ સાથે રેપ કર્યો છે, જેમાંથી ઘણી તો પ્રેગ્નેન્ટ પણ હતી. રિપોર્ટ અનુસાર લગભગ પાંચ વર્ષ સુધી આ ટીચરે આ વિદ્યાર્થિનીઓ સાથે રેપ કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર ઇસ્લામિક બોર્ડિંગ સ્કૂલના આચાર્યે 13 વિદ્યાર્થીઓની સાથે દુષ્કર્મ આચર્યું હતું, તેણે અલગ અલગ સમયે નિર્દોષ સગીરાઓને ફસાવી હતી અને તેની સાથે આ કામ કર્યું હતું. બોર્ડિંગ સ્કૂલમાં ભણતી છોકરીઓ સાથે થયેલી આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ છે અને ટીચરની સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. પોલીસે પણ આરોપીની ધરપકડ કરી લીધી છે. 

11થી 14 વર્ષની 13 વિદ્યાર્થિનીઓ સાથે રેપ કર્યો 

ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવાના બાંડુંગ શહેરમાં વિદ્યાર્થિનીઓની સ્કૂલ પ્રિન્સિપાલ હેરી વિરાવને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેમણે પીડિતા અને તેમના પરિવારોની માફી પણ માંગી છે. આરોપ છે કે ટીચરે 11થી 14 વર્ષની 13 વિદ્યાર્થિનીઓ સાથે રેપ કર્યો હતો. આરોપીએ છેલ્લા એક વર્ષમાં આ ગુનાને અંજામ આપ્યો હતો. બળાત્કારનો મામલો સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

13 પીડિતાએ બાળકને જન્મ આપ્યો 
ટીચરના કથિત રેપનો ભોગ બનેલી 13 છોકરીઓએ બાળકને જન્મ આપ્યો છે. આ કિસ્સો દેશમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, પીડિતોમાંથી ઘણાએ કેસની જાણ કરવાનો ઇનકાર કર્યો હતો. કારણ કે તેને ડર લાગે છે. ગયા વર્ષે મે મહિનામાં પીડિતાના એડવોકેટ્સ દ્વારા ફરિયાદ નોંધાયા બાદ પશ્ચિમ જાવા પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન દોષિત શાળાના આચાર્યની ધરપકડ કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, જ્યારે તે રજાઓ દરમિયાન ઘરે આવી ત્યારે પીડિતાએ સમગ્ર મામલાની જાણ તેના માતા-પિતાને કરી હતી.

કોર્ટે ફટકારી આજીવન કારાવાસની સજા 

કોર્ટે આરોપી ટિચરને જીવે ત્યાં સુધી જેલની સજા ફટકારી છે.  બાંડુંગ જિલ્લા અદાલતમાં ત્રણ જજોની ખંડપીઠે શાળાના આચાર્ય વિરવાનને બાળ સુરક્ષા અધિનિયમ અને ફોજદારી ધારાના ભંગ બદલ દોષિત ઠેરવ્યા હતા. સાથે જ તેમણે મહિલા સશક્તિકરણ અને બાળ સુરક્ષા મંત્રાલયને પીડિત વિદ્યાર્થિનીઓને સંયુક્ત રીતે 33.1 કરોડ રૂપિયા (23,200 ડોલર) આપવા માટે કહ્યું છે. આ સાથે જ કોર્ટે આદેશ આપ્યો હતો કે બળાત્કારના કારણે જન્મેલા બાળકોને બાળ અને મહિલા સુરક્ષા એજન્સીને સોંપી દેવામાં આવે. કોર્ટે કહ્યું કે જ્યારે પીડિત યુવતીઓ પોતાના બાળકોની સંભાળ રાખવા માટે માનસિક રીતે તૈયાર થશે. ત્યારબાદ જ બાળકોને તેમના હવાલે કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ