બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Indiscriminate firing at 2 schools in Brazil

BIG NEWS / બ્રાઝિલની 2 સ્કૂલોમાં અંધાધૂંધ ફાયરિંગ: 2 શિક્ષકો સહિત 3નાં મોત, 11 ઇજાગ્રસ્ત

Malay

Last Updated: 08:40 AM, 26 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રાઝિલના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં એક હુમલાખોરે બે સ્કૂલોમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ઘટનામાં બે શિક્ષકો અને એક વિદ્યાર્થીનું મોત થયું છે. જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સીસીટીવી ફુટેજમાં દેખાઈ રહ્યું છે કે, હુમલાખોર બુલેટપ્રૂફ જેકેટ પહેરેલું છે. સાથે જ તેના હાથમાં સેમી ઓટોમેટિક પિસ્તોલ પણ જોવા મળી રહી છે.

  • હુમલાખોરે બે સ્કૂલોમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું
  • બે શિક્ષકો અને એક વિદ્યાર્થીનું થયું મોત, 11 લોકો ઈજાગ્રસ્ત
  • પોલીસે હુમલાખોરની શોધખોળ તેજ કરી

બ્રાઝિલના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાંથી ખરાબ સમાચાર આવ્યા છે. બ્રાઝિલમાં શુક્રવારે એક હુમલાખોરે બે સ્કૂલોમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ઘટનામાં બે શિક્ષકો અને એક વિદ્યાર્થીનું મોત થયું છે. જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. શૂટર સેમીઓટોમેટિક પિસ્તોલ લઈને આવ્યો હતો અને તેણે બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફાયરિંગ કરનારની શોધખોળ તેજ કરી છે.

પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ફાયરિંગ
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, રાજ્યના જાહેર સુરક્ષા સચિવાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ફાયરિંગ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં કરવામાં આવ્યું હતું. અહીં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા. આ ઘટના એસ્પિરિટો સેન્ટો રાજ્યના અરાક્રુઝ શહેરની છે. આ બંને સ્કૂલો એક જ રોડ પર આવેલી છે. જો કે, હજુ સુધી હુમલાખોર પોલીસ પકડથી દૂર છે. 

મોરબી જીલ્લાના હળવદમાં 4 શખ્સો વચ્ચે ઉગ્ર બબાલ થતા સરાજાહેર ફાયરિંગ, પોલીસ  સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ | Firing in Halwad of Morbi district

બુલેટપ્રુફ જેકેટ પહેરેલો જોવા મળ્યો શૂટર
CCTV ફૂટેજમાં હુમલાખોર બુલેટપ્રુફ જેકેટ પહેરેલો જોવા મળી રહ્યો છે. તેના હાથમાં સેમી ઓટોમેટિક પિસ્તોલ પણ જોવા મળી રહી છે. આ અંગે એસ્પિરિટો સેન્ટોના પબ્લિક સિક્યોરિટી સેક્રેટરી માર્સિયો સેલેન્ટે એક વીડિયો જાહેર કરીને માહિતી આપી છે.

મોઢું ઢાંકીને પહોંચ્યો હતો હુમલાખોર 
આ ઘટનામાં 9 શિક્ષકો સહિત 11 લોકો ઘાયલ થયા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હુમલાખોરે સ્કૂલનું તાળું તોડીને શિક્ષકની લાઉન્જમાં પ્રવેશ કર્યો હતો. હુમલાખોરો મોઢું ઢાંકેલું હતું, જેના કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ છે.  એસ્પિરિટો સેન્ટોના પબ્લિક સિક્યોરિટી સેક્રેટરીએ કહ્યું કે, પોલીસ તપાસ કરી રહી છે કે તેની સાથે અન્ય કોઈ હતું કે નહીં. આ ઉપરાંત તે કોના કહેવા પર ફાયરિંગ કરવા પહોંચ્યા હતા.

VTV Gujarati News and Beyond on Twitter: "ગીર સોમનાથ કોડીનારમાં બે ગેંગ  વચ્ચે જૂની અદાવતને લઇને થયું ફાયરિંગ , ત્રણ રાઉન્ડ ખાનગી ફાયરિંગ થતાં 3  લોકો ઘાયલ ...

અધિકારીઓ શરૂ કરી તપાસ
અત્રે ઉલ્લેખનીય છે કે,  બ્રાઝિલની સ્કૂલોમાં ફાયરિંગની ઘટના અસામાન્ય છે. પરંતુ તાજેતરના વર્ષોમાં વધુને વધુ કેસ સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં સુરક્ષા અધિકારીએ કહ્યું કે, તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અધિકારીઓને તપાસ માટે મોકલ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ