ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / Bollywood / Cricket / Indian cricketer hardik pandya is dating dj wale babu actress natsha ready for merriege

બોલીવૂડ / ઈજાને કારણે બહાર રહેલો હાર્દિક પંડ્યા હાલમાં આ અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ

Published By: Parth

Last Updated: 08:04 PM, 16 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્દિક પંડ્યા હંમેશા મીડિયામાં છવાઈ જાય તેવા ખેલાડી છે. ક્રિકેટથી દૂર પોતાની અંગત લાઈફથી પણ હાર્દિક પંડ્યા ખુબ ચર્ચાનો વિષય બની રહ્યો છે. ક્રિકેટથી દૂર હાર્દિક પંડ્યા પોતાની લવ-લાઈફને ખુબ મન ભરીને એન્જોય કરી રહ્યા છે. મીડિયા રીપોર્ટ અનુસાર હાલમાં હાર્દિક પંડ્યા બોલીવૂડની ડાન્સર, અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટૈંકોવિકને ડેટ કરી રહ્યો છે. આ વાતનો ખુલાસો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલ તસવીરથી થાય છે.

ADVERTISEMENT

  • સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરથી થયો ખુલાસો 
  • હાલમાં ઈજાના કારણે ક્રિકેટથી દૂર છે હાર્દિક 
  • આ પહેલાં હાર્દિકનું નામ એલી અવરામ, ઈશા ગુપ્તા, ઉર્વશી રૌતેલા સાથે પણ નામ જોડાઈ ચુક્યું

હાર્દિક પંડ્યાએ પોસ્ટ કરી તસવીર 

હાર્દિક પંડ્યાએ હાલમાં પોતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે લાલ રંગનાં શર્ટમાં દેખાઈ રહ્યા છે, હાર્દિક પંડ્યા પોતાની નવી કાર Lamborghini Huracan Evoમાં નજરે પડી રહ્યા છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે Red-dey.set.go...હવે આપને જણાવી દઈએ કે આ કારમાં હાર્દિક પંડ્યા એકલા નથી તેમની સાથે કોઈ બીજું પણ હતું આ વાત ની ખાતરી તેમની સાથે બેઠેલી વ્યક્તિના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી થાય છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💫✨

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

પરિવાર સાથે કરાવી મુલાકાત 

અમે વાત કરી રહ્યા છે અભિનેત્રી નતાશા સ્ટૈંકોવિકની. હાર્દિકે જ્યારે આ તસવીર શેર કરી તે બાદ નતાશાએ પણ એક તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જેમાં હાર્દિક પંડ્યા આખા તો નથી દેખાતા પરંતુ તેમના પગ જરૂર દેખાય છે. સ્પોટબોયની જાણકારી મુજબ પંડ્યાએ થોડા દિવસ પહેલાં જ નતાશાની મુલાકાત તેમના પરિવાર સાથે કરાવી હતી.ખબર છે કે જો બધું જ ઠીક રહ્યું તો હાર્દિક પંડ્યા તેની સાથે જ લગન સબંધમાં બંધાઈ શકે છે. જોકે આ વાતને લઈને કોઈ જ આધિકારિક સુચના આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે નતાશા પહેલાં હાર્દિકનું નામ એલી અવરામ, ઈશા ગુપ્તા, ઉર્વશી રૌતેલા સાથે પણ નામ જોડાઈ ચુક્યું છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

💥💫

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હવે જો ક્રિકેટની વાત કરીએ તો હાર્દિક પંડ્યા ઈજાના કારણે અત્યારે આરામ કરી રહ્યા છે. સર્જરીના લગભગમાં દોઢ મહિના બાદ તેમણે પોતાની ફિટનેસ પર કામ શરુ કર્યું હતું જેની જાણકારી તેમણે એક પોસ્ટ દ્વારા આપી છે. એક વિડીયોમાં તેઓ પોતાની પીઠને સારી કરવા માટે ખુબ મહેનત કરતાં દેખાઈ રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Hardik pandya Natasha Stankovic hardik pandya girlfriend નતાશા હાર્દિક પંડ્યા Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ