બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / indian air force launched air combat android mobile game wing commander abhinandan single player game
vtvAdmin
Last Updated: 04:15 PM, 31 July 2019
એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ એ આ ગેમને સત્તાવારા રીતે લૉન્ચ કરી. ઇન્ડિયન એરફોર્સનો આ ગેમ નો હેતુ યુવાઓને ભારતીય વાયુ સેના માટે જાણકારી આપવી અને એને એરફોર્સ જોઇ કરવા માટે પ્રોત્સાહિત કરવાનું છે.
ADVERTISEMENT
ગેમના ફીચર્સની વાત કરીએ તો એમાં ટ્રેનિંગ, સિંગલ પ્લેયર અને ફ્રી ફ્લાઇટ જેવા ઘણા મોડ્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ગેમમાં ભારતીય વાયુસેના માટે પણ પૂરી જાણકારી આપવામાં આવી છે. આ ગેમમાં પ્લેયર્સને 10 મિશન મળશે. આ ગેમ ઑનલાઇન ઉપરાંત ઑફલાઇન પણ રમી શકાશે.
ADVERTISEMENT
Launch of #IAF #MobileGame : Android / iOS version of IAF developed Mobile Game (Single Player) will be launched on 31 Jul 19. Download on your Android / iOS mobile phone & cherish the thrilling flying experience. The multiplayer version will soon follow. The Teaser of the game… pic.twitter.com/yhfOrOZxWV
— Indian Air Force (@IAF_MCC) July 20, 2019
આ ઉપરાંત આ ગેમમાં પબજી મોબાઇલ ગેમની જેમ તમે એક ટીમના રૂપમાં પણ ઘણા લોકોની સાથે ગેમ રમી શકશો અને ગેમિંગ દરમિયાન ઑનલાઇન જ લોકો સાથે જોડાઇ શકશો. શાનદાર અનુભવ માટે એમાં ઑગ્યુમેન્ટ રિયલિટીનો પણ સપોર્ટ આપવામાં આવ્યા છે.
ગેમિંગ દરમિયાન પ્લેયર્સને એરક્રાફ્ટને હેન્ડલ કરવા અને ચલાવવા માટે પણ જાણકારી આપવામાં આવશે. આ ટ્રેનિંગ બાદ જ પ્લેયર્સને એરક્રાફ્ટ ચલાવવાની તક મળશે. એન્ડ્રોઇડ માટે આ ગેમની સાઇઝ 279 એમબી અને આિઓએસ માટે 1 જીબી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.