બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / India summons Pakistan High Commission diplomat on 26/11 attacks

એક્શન / 26/11 મુંબઈ ઍટેકની વરસી પર ભારતે લીધા એક્શન, પાકિસ્તાની હાઇકમિશનરને બોલાવી જુઓ શું કહ્યું

ParthB

Last Updated: 06:06 PM, 26 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

26/11 ના મુંબઈ આતંકી હુમલાની 13મી વરસી પર ભારતે પાકિસ્તાનના હાઈ કમિશનના રાજદ્વારીને બોલાવ્યા અને આતંકી હુમલાના મામલામાં પાકિસ્તાન પાસે વહેલી સુનાવણીની તેવી માંગ કરી

  • મુંબઈમાં થયેલા આંતકી હુમલાના આજે 13 વર્ષ પૂર્ણ થયા
  • 166 પીડિત પરિવારો ન્યાયની રાહ જોઈ રહ્યા છે
  • હુમલાના 13 વર્ષ બાદ પણ ઈમાનદાર નથી પાકિસ્તાન 

મુંબઈમાં થયેલા આંતકી હુમલાના 13 વર્ષ પૂર્ણ થયા

આજે, 26 નવેમ્બર 2021ના રોજ, મુંબઈમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોના 13 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 13 વર્ષ પહેલા આ દિવસે આતંકવાદીઓએ પોતાના નાપાક મનસૂબાથી સપનાના શહેરને ડરાવી દીધું હતું. ત્યારે પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકીઓએ લગભગ 4 દિવસ સુધી 12 હુમલા કર્યા હતા. મુંબઈની તાજમહેલ પેલેસ હોટેલ, નરીમાન હાઉસ, મેટ્રો સિનેમા અને છત્રપતિ શિવાજી ટર્મિનસ સહિત અન્ય સ્થળો પર થયેલા હુમલામાં 15 દેશોના 166 લોકો માર્યા ગયા હતા. 

ઉલ્લેખનીય છે કે, 2008ના મુંબઈ હુમલા, જેને 26/11 બ્લાસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની વ્યાપક નિંદા કરવામાં આવી હતી. આ વિસ્ફોટો, પાકિસ્તાન સાથે પહેલાથી જ વણસેલા સંબંધો સાથે, ભારત સરકારને આતંકવાદ વિરોધી કામગીરી માટે ગંભીર અભિગમ અપનાવવા અને તેના પાસાઓની ફરીથી તપાસ કરવા માટે પ્રેરિત કર્યા.

13 વર્ષ બાદ પણ ઈમાનદાર નથી પાકિસ્તાન 

પાકિસ્તાને 26/11ની 13મી વરસી પર પણ પીડિતોને ન્યાય અપાવવામાં ઇમાનદારી દાખવી નથી, ભારત દ્વારા તેની જાહેર સ્વીકૃતિ સહિતના તમામ પુરાવા ઉપલબ્ધ હોવા છતાં. 7 નવેમ્બરના રોજ, પાકિસ્તાનની અદાલતે હાફિઝ સઈદના આદેશ પર ભયાનક હુમલામાં સામેલ છ આતંકવાદીઓને મુક્ત કર્યા હતા. જેઓ હાફિઝ સઈદના આદેશ પર ભયાનક હુમલામાં સામેલ હતા. લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અને 2008ના મુંબઈ હુમલાના નેતા ઝકી-ઉર-રહેમાન લખવીની પણ દેશના પંજાબ પ્રાંતના કાઉન્ટર-ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) દ્વારા આતંકવાદને નાણાં પૂરા પાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, જોકે તે 2015થી જામીન પર હતો.

પાકિસ્તાને ચૂપ ચાપ 4000 આંતકવાદીના નામ લિસ્ટથી હટાવી દીધા

આતંકવાદી લખવીની પાકિસ્તાનમાં આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ફરી એકવાર ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો તપાસ અને વળતા આરોપોથી બચવા માટે તેમના નામ બદલતા રહે છે. હકીકતમાં, સંયુક્ત રાષ્ટ્રના આતંકવાદ વિરોધી સંગઠને તેમના પર દેખરેખ વધારી દીધી છે. આ પહેલા આ વર્ષે એપ્રિલમાં ન્યૂર્યોક સ્થિત આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ સ્ટાર્ટ અપે ખુલાસો કર્યો કે,પાકિસ્તાનને ચૂપ ચાપ પોતાની આંતકવાદીની લીસ્ટમાંથી લગભગ 4000 હજાર આંતકવાદીઓનું નામ હટાવી દીધું છે. હટાવવામાં આવેલા નામોમાં લશ્કર નેતા અને મુંબઈના હુમલાઓનો માસ્ટરમાઈન્ડ જાકીર ઉર રહમાન લખવી અને ઘણાં આંતકીઓનો સમાવેશ થાય છે 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ