બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / India reports 8,895 new cases, 2796 deaths in the last 24 hours, active caseload at 99,155.

મહામારી / BIG NEWS: ઓમિક્રૉનના ખતરા વચ્ચે આજે ફરી વધ્યા કોરોના કેસ, 2,796 દર્દીના મોત

ParthB

Last Updated: 10:59 AM, 5 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યામાં ગત દિવસની સરખામણીએ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 6,918 લોકો કોરોનામાંથી સાજા થવામાં સફળ થયા છે.

  • 4 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 8,895 કેસ નોંધાયા 
  • જ્યારે  6,918 લોકો કોરોનામાંથી સાજા થવામાં સફળ થયા  
  • દેશમાં અત્યાર સુધીમાં 127.61 કરોડ રસી લગાવાઈ 

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 8,895 કેસ નોંધાયા છે. 

દેશમાં એક દિવસ પહેલાની સરખામણીએ દૈનિક કેસોની સંખ્યામાં વધારો થયો છે. અગાઉ 8,603 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યામાં પણ ગત દિવસની સરખામણીએ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 6,918 લોકો કોરોનામાંથી સાજા થવામાં સફળ થયા છે. આના કારણે, કોરોનામાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 3,40,60,774 થઈ ગઈ છે.

દેશમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2,796 નોંધાયો છે

આ ઉપરાંત, દેશમાં મૃત્યુને લઈને જે મામલો સામે આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારા છે. દેશમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2,796 નોંધાયો છે. જેમાં બિહારમાં મૃત્યુના બેકલોગનો ડેટા સામેલ કરવામાં આવ્યો છે. બિહારમાં અગાઉ કોરોનાના કારણે મૃત્યુ પામેલા 2,426 લોકોના આંકડા આજે સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે જ કેટલાક દિવસોથી એક્ટિવ કેસ 99 હજારથી એક લાખની વચ્ચે રહ્યા છે. હવે દેશમાં સક્રિય કેસ વધીને 99,155 થઈ ગયા છે. સક્રિય કેસ કુલ કેસના એક ટકા કરતા ઓછા છે. હાલમાં તે 0.29 ટકા છે અને 2020 પછી સૌથી નીચો છે.

દેશમાં અત્યાર સુધીમાં 127.61 કરોડ રસી લગાવવામાં આવી છે. 

દેશમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.35 ટકા નોંધાયો છે. બીજી બાજુ દૈનિક પોઝિટીવિટી દર 0.73 ટકા છે, જે છેલ્લા 62 દિવસથી 2 ટકાથી ઓછો છે. આ સાથે, સાપ્તાહિક હકારાત્મકતા દર 0.80 ટકા છે. તે 21 દિવસથી એક ટકાથી ઓછો છે. દેશમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં રસીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 127.61 કરોડ રસી લગાવવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ