દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1,05,691 પર પહોંચી
India reports 8,774 new cases, 621 deaths and 9,481 recoveries in the last 24 hours; Active caseload stands at 1,05,691; lowest in 543 days: Ministry of Health and Family Welfare pic.twitter.com/VYyR2NWPwT
દેશભરમાં ઓમિક્રોન વાયરસના સંક્રમણના ભયની વચ્ચે આજે કોરોનાનો નવા 8774 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 621 લોકોના મોત થયા છે. જો કે, આ સમય દરમિયાન કુલ 9481 કોરોના દર્દીઓની સારવાર બાદ સાજા થયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાના નવા કેસ આવ્યા બાદ હવે દેશમાં સક્રિય કોરોના કેસની સંખ્યાં વધીને 1 લાખ 5 હજાર 691 થઈ ગઈ છે. ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના નવા કેસોમાં 5.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.
એક દિવસ પહેલા એટલે કે, શનિવારે કોરોનાના 8 હજાર 318 નવા કેસ નોધાયા હતાં. જ્યારે 465 લોકોના મોત નીપજ્યાં હતાં. જ્યારે આ સમયગાળા દરમિયાન 10 હજાર 967 કોરોના દર્દીઓ સાજા થયા હતાં. તે પહેલા શુક્રવારે કોરોનાના 10 હજાર 549 નવા કેસ નોંધાયા હતાં. અગાઉ 24 નવેમ્બરે 9119 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 23 નવેમ્બરે 9283 નવા કેસ, 22 નવેમ્બરે 7579 નવા કેસ, 21 નવેમ્બરે 8,488 નવા કેસ અને 20 નવેમ્બરે 10 હજાર 488 નવા કોરોના કેસ નોંધાયા હતા.
થાણેમાં 114 નવા કોરોના કેસ
બીજી બાજુ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણના નવા 114 કેસો નોધાયા છે. જ્યારે અત્યાર સુધી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ 5,69,053 થઈ જવા પામી છે. તેમજ બે લોકોના મૃત્યુ થતાં મૃતાંકની સંખ્યા વધીને 11,581 પર પહોંચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સંક્રમણ અને મોતના નવા કેસો શનિવારે બહાર આવ્યાં છે. ઠાણેમાં કોરોનાથી મૃત્યુદક 2.03 ટકાએ પહોંચી જવા પામ્યું છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, પડોસી જિલ્લો પાલઘરમાં સંક્રમણ વધી 1,38,567 પર પહોંચી જવા પામ્યું છે. જ્યારે મૃતાંક 3,298 પર છે