હવામાન વિભાગની ચેતવણી, આવતા 3 દિવસ ઉત્તર-પૂર્વી રાજ્યોમાં ભારે તોફાનનો ખતરો

By : krupamehta 05:06 PM, 17 May 2018 | Updated : 05:06 PM, 17 May 2018
ભારતીય મોસમ વિભાગે ફરીથી એક વખત ભારે તોફાનની સંભાવના વ્યક્ત કરી છે. મોસમ વિભાગના ડોક્ટરના સથીદેવીએ જણાવ્યું કે ઉત્તર પૂર્વ રાજ્યોમાં આગળના ત્રણ દિવસમાં ભારે તોફાન આવી શકે છે. 

એમને જણાવ્યું કે આવાનારા ત્રણ દિવસમાં ઉત્તર પૂર્વ રાજ્યો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, યૂપી, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર પશ્વિમના કેટલાક તોફાનમાં વરસાદ અને ભારે પવન આવવાની શક્યતા છે. એની સાથે જ રાજસ્થાનમાં વંટોળ આવશે. 

તમને જણાવી દઇએ કે બુધવારે રાતે અને ગુરુવારની સવારે એનસીઆર અને આસપાસના વિસ્તારમાં પણ વંટોળ આવી ગયું હતું. જે કારણે લોકોએ ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. 

ભર નિંદ્રામાં ઊંઘી રહેલા દિલ્હી એનસીઆરના લોકો એ વખત ચોંકી ઊઠ્યા જ્યારે આખા શહેરમાં અડધી રાતે મોસમનો મિજાજ અચાનક બદલાઇ ગયો. મોડી રાત્રે આવેલા આંધી તોફાને અને ત્યારબાદ હળવા વરસાદથી કેટલીક જગ્યાએ ઝાડ પડી ગયા. જો કે આ કારણથી કોઇ જાનહાનિ થઇ નથી. Recent Story

Popular Story