બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / india is going to get a new vaccine sputnik light may be available by september

રાહતના સમાચાર / ભારતમાં આવશે નવી વેક્સિન, સપ્ટેમ્બર સુધીમાં મળી શકે છે સ્પૂતનિક લાઈટ, જાણો કિંમત અને અસરકારતા

Bhushita

Last Updated: 08:22 AM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં જ તૈયાર થઈ રહેલી આ વિદેશી વેક્સિન પણ સપ્ટેમ્બર સુધી મળી શકે છે. શરૂઆતમાં આ વેક્સિન સીમિત સંખ્યામાં મળી રહેશે અને તેની કિંમત પણ 750 રૂપિયાની રહેશે.

  • ભારતમાં આવશે નવી વેક્સિન
  •  80 ટકા અસરકારકતા ધરાવે છે સ્પૂતનિક લાઈટ
  • સપ્ટેમ્બર સુધીમાં મળી શકે છે આ વેક્સિન

કોરોના વાયરસના વિરોધમાં ભારતીયોને રશિયાની વેક્સિન  Sputnik Light પણ જલ્દી મળી શકે છે. કહેવાઈ રહ્યું છે કે દેશમાં જ તૈયાર થઈ રહેલી આ વિદેશી વેક્સિન પણ સપ્ટેમ્બર સુધી મળી શકે છે. શરૂઆતમાં આ વેક્સિન સીમિત સંખ્યામાં મળી રહેશે અને તેની કિંમત પણ 750 રૂપિયાની રહેશે. ભારતમાં અત્યાર સુધી આયાત કરાયેલી સ્પૂતનિક વીનો ઉપયોગ થઈ રહ્યો છે.  મળતી માહિતિ અનુસાર પેનેશિયા બાયોટેકે હાલમાં ઈમરજન્સી યૂઝ ઓથરાઈઝેશન મેળવવા માટે ડોઝિયર જમા કર્યું છે. કંપનીએ રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડની સાથે પહેલાથી ભાગીદારી કરી હતી. સ્પૂતનિક લાઈટને રશિયાની ગમાલિેયા ઈન્સ્ટીટ્યૂટે   RDIFના સમર્થનથી તૈયાર કરી છે. આ વેક્સિનને રશિયામાં ઈમરજન્સી યૂઝની મંજૂરી મે મહિનામાં જ મળી હતી.  

આ વર્ષે કંપની તૈયાર કરશે 10 કરોડ ડોઝ
ગયા જુલાઈમાં પેનેશિયા બાયોટેકે સ્પૂતનિક વી વેક્સિનના નિર્માણ માટે લાયસન્સ મેળવવાની જાહેરાત કરી હતી. કંપની આ વેક્સિનને હિમાચલના બદ્દી પ્લાન્ટમાં તૈયાર કરી રહી છે. આ પ્લાન્ટમા બનેલી વેક્સિનની ગુણવત્તાની તપાસમાં ગમાલેયા ઈન્સ્ટીટ્યૂટ અને કસૌલીના સેન્ટ્રલ ડ્રગ લેબોરેટરીમાં પાસ થઈ છે. પેનેશિયા આ વેક્સિનના 10 કરોડ ડોઝ તૈયાર કરશે અને સાથે તેનું વિતરણ ડોક્ટર રેડ્ડીઝની તરફથી કરાયું છે.  

  


Sputnik વીના ડોઝનો સપ્લાય મહિનાના અંતમાં થશે પૂરો
સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્પૂતનિક વીના 2 ડોઝના સપ્લાયની ખામી આ મહિનાના અંતમાં પૂરી થઈ શકે છે. ડોક્ટર રેડ્ડીએ આ માટેની જાણકારી આપી. જૂનમાં રશિયાથી આયાત પ્રભાવિત  થયા બાદ સ્પૂતનિક વીના મોટા સ્તરે જનતાની સામે આવવાનું અટકી ગયું હતું અને સાથે આ રીતે તેની રફ્તાર પણ ધીમી બની છે. સ્પૂતનિક વી કમ્પોનન્ટ 2 વેક્સિનને આયાત કરાયેલા લગભગ 5 લાખ ડોઝ જલ્દી બજારમાં લાવશે.  28 દિવસના વિશ્લેષણ બાદ જાણવા મળ્યું છે કે સ્પૂતનિક લાઈટ વેક્સિનથી 80 ટકા પ્રતિરોધી ક્ષમતાનું પ્રદર્શન કરાયું છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ