સીમા વિવાદ /
ટકરાવ ટળ્યો: ભારત અને ચીનની સેનાઓ વચ્ચે સહમતિ સધાતા બંનેએ સાથે મળીને કર્યું આ કામ
Team VTV11:15 PM, 25 Jan 21
| Updated: 11:16 PM, 25 Jan 21
પૂર્વી લદ્દાખ વિવાદ પર ચીન-ભારત સૈન્યની વાતચીત પછી સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું.
ચીન-ભારત વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ
LAC પર ઘણી જગ્યાએ આમને સામને છે બંને સેનાઓ
ભારત-ચીનની સેનાએ બહાર પાડ્યું સંયુક્ત નિવેદન
પૂર્વી લદ્દાખ વિવાદ પર ચીન-ભારત સૈન્યની વાતચીત પર સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો આગળના વિસ્તારોમાંથી સૈનિકો ઝડપથી પાછા ખેંચવા સંમત થયા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે LAC માં તૈનાત સૈનિકો પર સંયમ રાખવાના અસરકારક પ્રયાસો ચાલુ રાખવા બંને પક્ષો સંમત થયા છે.
બંને પક્ષોએ સંયુક્ત નિવેદન બહાર પાડ્યું
સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સૈન્યને હટાવવા પર બંને પક્ષો વચ્ચે સ્પષ્ટ અને સઘન વિચારવિમર્શ થયું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઉપરાંત LAC પર પરિસ્થિતિને સ્થિર અને નિયંત્રણમાં રાખવા માટે અસરકારક પ્રયાસો ચાલુ રાખવા પણ સંમત થયા છે. આ ઉપરાંત, તણાવ ઘટાડવા સંયુક્ત રીતે કોર કમાન્ડર કક્ષાની વાટાઘાટના 10 મા રાઉન્ડ માટે વહેલી બેઠક યોજવાની તૈયારી ભારતીય અને ચીની દળોએ પણ કરી દીધી છે.
આ અગાઉ, ઉત્તર સિક્કિમના નકુલામાં ભારતીય અને ચીની સૈનિકોની ટકરાવ થયા બાદ ચીન તરફથી આજે એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે આ ઘટના વિશે કહ્યું છે કે આપણા સૈનિકો ચીન-ભારત સરહદ વિસ્તારમાં શાંતિ જાળવવા કટિબદ્ધ છે. ચીને ભારતને ચીન સાથે મળવા અને સરહદ પર તણાવની સ્થિતિમાં વધારો કરી શકે તેવા કોઈપણ એકપક્ષી પગલાથી દૂર રહેવાની વિનંતી કરી છે, એમ ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અમે ભારતને સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા અને પગલાં લેવા કહ્યું છે.
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ, ઘણા ઘાયલ થયા હતા
ઉત્તર સિક્કિમના નકુલા ખાતે ભારતીય અને ચીની સૈનિકોની ટક્કર થઈ. ગયા અઠવાડિયે આ ઝઘડો થયો હતો અને તેમાં અનેક સૈનિકો ઘાયલ થયા હતા. સરકારના એક સૂત્રએ કહ્યું કે હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. ગયા વર્ષે મે મહિનાની શરૂઆતથી નકુલા, પેંગોંગ સો, ગેલવાન, ગોગરા, હોટ સ્પ્રિંગ્સને લઈને વિવાદ છે. સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે આ અથડામણ ત્રણ દિવસ પહેલા થઈ હતી.