ચૂંટણીમાં આમ જોઈતો ખાસ કરીને રાજકીયપક્ષોનું જ મહત્વ હોય છે..એટલે કે ઉમેદવાર રાજકીય પક્ષ કરતા મોટો તરી આવે તેવું તો કેટલાક અપવાદ રૂપ કિસ્સામાં બનતું હોય છે..પરંતુ ઘણી વખત રાજકીયપક્ષોને પણ ચૂંટણીમાં નુકસાન પહોંચાડી જાણે તેવું કોઈ પરિબળ હોય તો તે છે અપક્ષ ઉમેદવારો..અને અપક્ષ ઉમેદવારોનો ચૂંટણી જીતવાનો રેશિયો ભલે ઓછો હોય પરંતુ તે કોઈ પણ ઉમેદવારની જીતને પ્રભાવિત તો કરી જ શકે છે..એટલું જ નહી પરંતુ હારને પણ અપક્ષ ઉમેદવારો પ્રભાવિત કરી શકે છે..વાત જો ગુજરાતની કરીએ તો હાલ 26 બેઠકો પર કુલ 371 ઉમેદવારો ચૂંટણી લડવામાં છે..જેમાં 31 ઉમેદવારો સાથે સુરેન્દ્રનગર સૌથી મોખરે છે..ત્યારે સૌથી ઓછા 6 ઉમેદવારો પંચમહાલ બેઠક પર છે..ત્યારે સવાલ એ છે કે શું અપક્ષ ઉમેદવારોના કારણે કેટલા અંશે પરિણામો પ્રભાવિત થાય છે? શું અપક્ષ ઉમેદવાર રાજકીય પાર્ટીઓની બાજી બગાડી શકે ખરા? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન
લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું આજે મતદાન છે. 20 રાજ્યની 91 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. આ વખતે ચૂંટણી પંચ દ્વારા મતદાનમાં સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સવારે 7થી સાંજ 6 વાગે સુધી મતદાન કરી...