ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહમદની જોરદાર બોલિંગના દમ પર ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને વરસાદથી પ્રભાવિત બીજી T20 મેચમાં અહીં 19 ઓવરમાં 7 વિકેટે 132 રન પર કરવા દીધા. 19મી ઓવર પૂરી થતાની સાથે જ વરસાદ શરૂ થઇ ગયો અને મેચ રોકવી પડી. અહીં ડકવર્થ લૂઈસ પદ્ધતિને કારણએ તેને જીત માટે 19 ઓવરમાં 137 રનનો ટાર્ગેટ મળ્યો. પછી 11 ઓવરમાં 90 રનનું ટાર્ગેટ મળ્યો. જોકે તે પછી મેચ શરૂ ન થઇ શકી અને મેચને રદ્દ કરી દેવામાં આવી. આ રીતે ઓસ્ટ્રેલિયા સીરિઝમાં 1-0થી આગળ રહ્યુ છે. ત્રીજી મેચ 25મી નવેમ્બર સિડની ખાતે રમાશે.
Sadly the play has been called off at the MCG. Australia take a 1-0 series lead with one more game to go.#AUSvINDpic.twitter.com/C3b9iKxNM2
ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી અને તેના ટોપ ક્રમના પાંચ બેટ્સમેનોમાંથી કોઈપણ 20 રન સુધી પહોંચી શક્યું ન હતું. મીડલ ઓર્ડરમાં રમવા આવેલા મેકડરમૉટે સૌથી વધુ 32 રન બનાવ્યા. ભુવનેશ્વરે 3 ઓવરમાં 20 રન આપી 2 વિકેટ ઝડપી જ્યારે ખલીલ અહમદે 39 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી.
વિરાટ કોહલીએ ટોસ જીતી ફરીથી પહેલા ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ઇન્ડિયન બોલરોએ પરિસ્થિતિનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને ઓસ્ટ્રેલિયાના ટૉપ ઓર્ડરને આઉટ ધ્વસ્ત કરવામાં કોઇ અસર ના છોડી. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ડી આર્સી શોર્ટે 14 રન બનાવ્યા તો એરોન ફિંચ ઝીરોમાં આઉટ થઈ ગયો. ક્રિસ લીન પણ 13 રન જ બનાવી શક્યો. ગ્લેન મેક્સવેલ 19 તો માર્ક્સ સ્ટોઇનિસે 4 રન બનાવ્યા. એલેક્સ કેરી 4 રને અને નાથન કોલ્ટર-નાઈલ 18 રને આઉટ થઈ ગયો. જ્યારે બેન મેકડરમોટે સૌથી વધુ 32 રન અને એન્ડ્રુ ટાઇ 12 રને અણનમ રહ્યો.
ટીમ ઇન્ડિયા તરફથી ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહેમદે 2-2 વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહ કુલદીપ યાદવ અને કૃણાલ પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.